યુવાનોના દિલની ધડકન અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિસની થઈ શકે છે પૂછપરછ- જાણો શું છે સમગ્ર મામલો?

હાલમાં સામે આવી રહેલ સમાચાર (News) મુજબ અભિનેત્રી નોરા ફતેહી (Actress Nora Fatehi) ને આજે ED એ પૂછપરછ માટે બોલાવી છે. સુકેશ ચંદ્રશેખર કેસ (Sukesh Chandrasekhar case) માં નોરાની પૂછપરછ થવા જઈ રહી છે. સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની છેતરપિંડી તેમજ ખંડણીનો આરોપ રહેલો છે.

જાણો શું છે સમગ્ર મામલો?
દિલ્હીમાં આવેલ તિહાડ જેલમાં કેદ સુકેશ ચંદ્ર શેખર દ્વારા 200 કરોડની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અભિનેત્રી નોરા ફતેહીને સમન્સ પાઠવી દેવાયું છે. આની સાથે જ નોરાને પૂછપરછ માટે બોલાવી લેવામાં આવી છે તેમજ એને આજે આ કેસમાં પૂછપરછમાં જોડાવા માટે જણાવી દેવાયું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસમાં નોરા ફતેહીનું નિવેદન નોંધવા માંગે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હજુ સુધી નક્કી થયું નથી કે, નોરા આજની પૂછપરછમાં સામેલ થશે કે નહીં? આપને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્ર શેખર તથા તેની કથિત પત્ની અભિનેત્રી લીના પોલ તિહાર જેલની અંદરથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ જેલમાં છે.

જેકલીન ફર્નાન્ડિસને પણ ઇડીએ ફરીથી સમન્સ પાઠવ્યુ:
નોરા ફ્તેહીની ઉપરાંત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પણ ઇડીએ ફરીથી સમન્સ પાઠવ્યુ છે. આવતીકાલે પૂછપરછમાં જોડાવા માટે તેમને MTNL ખાતે ઇડી ઓફિસમાં બોલાવી લેવામાં આવી છે. જેલમાં સુકેશે કાવતરું ઘડીને જેકલીનને પણ તેની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પહેલા પણ આ કેસમાં જેકલિનની ED એ પૂછપરછ કરી હતી. પહેલા ED ને લાગ્યું હતું કે, જેકલીન આ કેસમાં સંડોવાયેલી છે પણ બાદમાં જાણ થઈ કે, તે આ કેસની વિક્ટિમ છે. લીના પોલ દ્વારા સુકેશે જેક્લીન સાથે છેતરપિંડી કરી હતી. જેકલીને ED ને આપેલા પોતાના સૌપ્રથમ નિવેદનમાં સુકેશ સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી શેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *