લો બોલો, મગમાંથી બનાવી નાખી ધાણી (પોપકોર્ન), જોઈ લો એકદમ નવી નક્કોર રેસિપી કેવી રીતે બની શકે છે મગના પોપકોર્ન

સોશિયલ મીડિયા ઉપર કુકીંગને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કુકીંગ કરવા માટેની અલગ અલગ રેસિપી બતાવવામાં આવતી હોય છે. જે જોનારને પણ ખુબ જ પસંદ આવે છે, પરંતુ ઘણીવાર વીડિયોમાં બતાવવામાં આવેલી વસ્તુ જયારે ઘરે બનાવવા માટે જઈએ છીએ ત્યારે કંઈક જુદું જ બની જતું હોવાનું પણ આપણે જોયું હશે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક વ્યક્તિ મગમાંથી પોપકોર્ન બનાવવાનો દાવો કરતો જોવા મળી રહ્યો છે. જેના કારણે આ વીડિયો લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. કારણ કે અત્યારસુધી લોકોએ મકાઇમાંથી બનેલા પોપકોર્ન જ ખાધા હશે, ત્યારે હવે મગમાંથી પોપોકોર્ન ઘણા લોકો પહેલીવાર જ જોયા છે, જેના કારણે લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ગેસ ઉપર કુકર મૂકે છે અને તેમાં થોડા મગ નાખે છે જેના બાદ કૂકરમાં થોડું તેલ નાખે છે. જેના બાદ તે ખાંડ જેવી વસ્તુ પણ અંદર નાખતો જોવા મળી રહ્યો છે. આ મિશ્રણને હલાવીને આ વ્યક્તિ કુકરનું ઢાંકણ બંધ કરી દે છે. આ ઢાંકણની સીટી પહેલાથી જ કાઢી નાખવામાં આવી છે. થોડીવારમાં જ પોપકોર્ન ફૂટવાનો અવાજ આવે છે અને જયારે તે વ્યક્તિ કુકરનું ઢાંકણું ખોલે છે ત્યારે તેમાં મગ્ન પોપકોર્ન તૈયાર થઇ ગયેલા જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ રેસિપી સાચી છે તે અંગે અમે કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યા, પરંતુ આ રેસિપી લોકોને ખુબ જ પસંદ ચોક્કસ આવી રહી છે. જયારે મકાઈના પોકોર્ન ખાવાના કારણે પેટમાં દુખાવો, ગેસ, એસીડીટી જેવી સમસ્યા થઇ શકે છે ત્યારે આ મગના પોપકોર્ન ખુબ જ ફાયદાકારક રહેશે તેવું પણ લોકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *