વધુ એક દિગ્ગજ સેલિબ્રિટીનું થયું નિધન…ટાઈગર શ્રોફ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ- જાણો વિગત

વર્ષ 2021 આપણા માટે ખુબ જ ખરાબ રહ્યું છે. કોરોનાની સેકન્ડ વેવમાં લાખો લોકો કોરોનાની મોટે મર્યા છે. સાથે જ ઘણા સેલિબ્રિટીનો પણ જીવ ગયો છે એવામાં હાલ સમાચાર મળી રહ્યા છે કે ફિટનેસ ટ્રેનર કાયઝાદ કાપડિયાનો નિધન થઇ ગયું છે. જેકી શ્રોફના દીકરો ટાઈગર શ્રોફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિટ સ્ટાર્સમાં સામેલ છે. જોકે, તેને ફિટ રાખવામાં જેનો ફાળો મહત્વનો રહ્યો છે તેવા તેના ફિટનેસ ટ્રેનર કાયઝાદ કાપડિયાનું અવસાન થયું છે.

13 ઓક્ટોબરે કાયઝાદે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, ફિટનેસ ટ્રેનરનું નિધન કયા કારણથી થયું છે તે હજી સુધી સામે આવ્યું નથી. આ ટ્રેઈનર બોમ્બેના જાણીતા ફિટનેસ ટ્રેનર હતા અને તેઓ ફિટનેસ એકેડેમી કે11 એકેડેમી ઓફ ફિટનેસ સાયન્સના માલિક પણ હતા. તેઓ ઘણી મોટા મોટા બોલિવૂડ સેલિબ્રિટીના ફિટનેસ ટ્રેનર રહી ચૂક્યા છે.

અભિનેતા ટાઈગર શ્રોફે તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના ફિટનેસ ટ્રેનરને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ શેર કરી છે. તેણે કાયઝાદની તસ્વીર સાથે કેપ્શન લખ્યું છે કે, ‘રેસ્ટ ઈન પાવર કાયઝાદ સર.’

તમને જણાવી દઈએ બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ ઇન્ટરનેટ પર ઘણો એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના વર્કઆઉટના વિડીયો અને તસ્વીરો તેના ચાહકો માટે શેર કરતો રહે છે. યુવાનોમાં ટાઈગર શ્રોફ અને તેની ફિટનેસ તથા બોડીનો ઘણો ક્રેઝ છે. તે ક્યારેય પોતાનું વર્કઆઉટ કરવાનું ભૂલતો નથી. આ ઉપરાંત તે ઘણી વખત પોતાની બહેન ક્રિષ્ના અને ગર્લફ્રેન્ડ દિશા પટની સાથે પણ વર્કઆઉટ કરતો હોય છે. જોકે, દિશા અને ટાઈગરે હજી સુધી તેમના સંબંધો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

બોલીવુડના ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ instaમાં ટ્રેનર કૈઝાદના મૃત્યુના દુઃખદ સમાચાર શૅર કર્યા હતા. તેણે કહ્યું હતું, ‘ફિટનેસ ઇન્ડસ્ટ્રીના લિજેન્ડ, જેમણે અનેક લોકોનું જીવન બદલ્યું, તે આજે આપણને છોડીને જતા રહ્યા છે. તેમણે અભિનેતા ટાઇગરને ટ્રેન્ડ કર્યો છે. પૂરી ફિટનેસ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. તેમના મિત્રો અંતિમ સંસ્કાર માટે પૂના જવા રવાના થયા છે.’

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *