વેકેશન નજીક આવી રહ્યા છે, અને અમને ખાતરી છે કે તમને પણ તમારા મિત્રો, કુટુંબીજનો અથવા અન્ય પ્રિયજનો સાથે ફરવા જવાનો વિચાર આવ્યો જ હશે. પરંતુ તમારા મનમાં એક મુંજવણ એ પણ થતી હશે કે ફરવા માટે જવું ક્યાં ? તો હવે તમારા માટે અમે કેટલાક આકર્ષક સ્થળોની સુચી નીચે આપી છે. અમે આશા કરીએ છીએ કે, આ આકર્ષક સ્થળો તમને પસંદ આવશે. હવે તમે ક્યાં મંત્રમુગ્ધ થવા ઈચ્છો છો એ પસંદ કરી શકો છો.

1. લદ્દાખ (Ladakh)
જો તમે માર્ચ અથવા એપ્રિલમાં ફરવા જવાનો વિચાર કરો છો તો તમે લદ્દાખ જઈ શકો છો. તમારા લદ્દાખ પ્રવાસની શરૂઆત લેહમાં આગમનથી કરી શકો છો. ત્યારબાદ ખારદુંગ લા પાસ દ્વારા નુબ્રા ખીણની મુલાકાત લઇ પ્રકૃતિનો આંનદ લઇ શકો છો. એ સિવાય પેંગોંગ તસો તળાવ, કારગિલ, શ્રીનગર અને કાશ્મીરની મુલાકાત તમારા પ્રવાસને રોમાંચક બનાવશે. જો તમે તમારા મિત્રો અથવા પ્રિયજનો સાથે છો તો બોનફાયર અને નાઈટઆઉટ દ્વારા તમારા પ્રવાસને યાદગાર બનાવી શકો છો.
તમે અમારા કેટલાક ટ્રાવેલર મિત્રોનો લદ્દાખ પ્રવાસનો અનુભવ અને જાણકારી અહિંથી મેળવી શકો છો. – Ladakh Itinerary Of 7 Days: All About Our Epic Road Trip
2. પહેલગામ, જમ્મુ અને કાશ્મીર (Pahalgam, Jammu and kashmir)

આ સ્થળ આમ તો 12 મહિના પ્રવસીઓ માટે ખૂલ્લુ રહે છે. પરંતુ એપ્રિલ, મે અને સપ્ટેમ્બર મહિનાનો સમય મુલાકાત લેવા માટે યોગ્ય છે. પહેલગામની આજુબાજુ લીડર નદી, પહેલગામ ગોલ્ફ કોર્સ, અશમુકમ, બૈસારન વેલી, અરુ વેલી, ચંદનવારી અને બેતાબ વેલીની મુલાકાત લઈ શકો છો. ટ્રેકિંગ, વાઇટ વોટર રાફટિંગ, સ્કીઇંગ, કેન્પિંગ, એન્ગલિંગ, ઘોડેસવારી, ફોટોગ્રાફી અને શોપિંગ દ્વારા તમારી યાત્રા યાદગાર બનાવી શકો છો.
જો તમે પણ આ જગ્યાની મુલાકાત લેવાનું વિચારો છો તો તમને આ આર્ટિકલ ખૂબ જ મદદરૂપ થશે. – Pahalgam – A COMPLETE Travel Guide & Itinerary
3. ધનોલ્ટી, ઉત્તરાખંડ (Dhanaulti, Uttarakhand)
ઉત્તરાખંડના મુખ્ય પ્રવાસન સ્થળોમાં એક રત્ન તરીકે ઝડપથી ઉભરી રહેલુ ધનોલ્ટી 2250 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સમય આ જગ્યાની મુલાકાત લેવા માટે સૌથી સારો સમય છે. દેવદાર, ઓક્સ અને રોડોડેન્દ્રોણના ગાઢ જંગલોની વચ્ચે આવેલું ધનોલ્ટી હિમાલયના ઘણા બધા ટ્રેક માટેનો બેઝ પોઇન્ટ છે, જેમાં સુરકંડાદેવી મંદિર, ચંદ્રાબાદની અને કંજપુરી સુધીના રસ્તાનો સમાવેશ થાય છે. અહીં આજુબાજુ તમે ટ્રેકિંગ, કેમ્પિંગ અને મઉન્ટેઈન બાઈકિંગ જેવી પ્રવૃતિઓથી તમારી યાત્રા યાદગાર બનાવી શકો છો.
જો તમે પણ આ રજાઓમાં ધનોલ્ટી જવાનું મન બનાવી લીધું હોય તો તમારી યાત્રા સરળ બનાવવા આ આર્ટિકલ મદદરૂપ થશે. – About Dhanaulti Journey
જો તમે ફરવાની સાથે દુનિયાની અલગ રોમાંચક ઘટનાઓ વિશે જાણવાનું અને વાતો કરવાનું પસંદ કરો છો તો તમને પણ આ ઘટના વિશે જાણવું ગમશે – કેનેડાના નોવા સ્કોટિયા આઇલેન્ડ પરના 400 વર્ષ જુના ખજાનનું રહસ્ય ઉકેલાયું !!
4. મુન્સિયારી, ઉત્તરાખંડ (Munsiyari, Uttarakhand)
મુન્સિયારી પીઠોરગઢની બરફની શ્રેણીઓ વચ્ચે આવેલું એક સુંદર ગામ છે. માર્ચથી લઈને જૂન અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ જગ્યાની મુલાકાત લેવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે. શિખરો પાછળથી સૂર્યોદય અને સૂર્યાસ્તના નયનરમ્ય નજારાઓ માટે મુન્સિયારી પ્રખ્યાત છે. અહીંના પહાડોમાં ટ્રેકિંગ જેવી પ્રવૃતિઓથી તામારી યાત્રા રોમાંચક બનાવી શકો છો.
જો તમે પણ મુન્સિયારીની યાત્રા કરવા ઈચ્છો છો તો તમારા માટે આ આર્ટિકલ મદદરુપ થશે – Munsiyari – Base For Challenging Treks
5. નારકંડા, હિમાચલ પ્રદેશ (Narkanda, Himachal Pradesh)
8,100 ફૂટ ઉંચાઈ પર આવેલું નારકંડા શિમલાથી બે કલાકની દ્રાઈવ જેટલું દૂર સ્થિત છે. સ્કીઇંગ જેવી સાહસિક રમતો માટે નારકંડા જાણીતું છે. રસ્તામાં એક નાનકડા ગામ ફાગુથી નારકંડાનો નજારો ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર છે. તમારી રુચિ પ્રમાણે વર્ષના 12 મહિના તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. વધુ જાણકારી તમે અહીંથી મેળવી શકો છો. – Tourism in Narkanda
અમને ખાતરી છે કે તમને આ જગ્યાઓ પસંદ આવી હશે અને તમારી મુંજવણ પણ અમે દૂર થઈ હશે.
Cool. I spent a long time looking for relevant content and found that your article gave me new ideas, which is very helpful for my research. I think my thesis can be completed more smoothly. Thank you.
Cool. I spent a long time looking for relevant content and found that your article gave me new ideas, which is very helpful for my research. I think my thesis can be completed more smoothly. Thank you.