આ દુનિયામાં વિચિત્ર ઘટનાઓ બનતી જ રહે છે. અને ઘણી ઘટનાઓ વિશે સાંભળીને તમને ખૂબ જ નવાઈ પણ લાગતી હશે. આમ જ ઇતિહાસમાં પણ ઘણી રહસ્યમય ઘટનાઓ બની છે. ન સમજાય તેવી, આપણી સમજ ને પડકારે તેવી 8 રહસ્યમય અને વિચિત્ર ઘટનાઓનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે આ રહસ્યમય ઘટનાઓ જાણીને આશ્ચર્ય અનુભવીએ.
1. બરમુંડા ટ્રાઇંગલ
બરમુંડા ટ્રાઇંગલ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં સ્થિત રહસ્યમય ત્રિકોણ આકારનો વિસ્તાર છે. આ વિસ્તારમાંથી પસાર થતા અસંખ્ય જહાજો રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા છે. એટલું જ નહીં આ વિસ્તારમાંથી પસાર થતા એરોપ્લેન પણ આવી જ રીતે ગાયબ થઇ ગયા છે, અને આજ સુધી તેની કોઈ માહિતી પણ મળી નથી. ઘણા વૈજ્ઞાનિકોની ઘણી મહેનત પછી પણ આ રહસ્યમય અને વિચિત્ર ઘટનાઓનું કારણ કોઈ જણાવી શક્યું નથી.
2. ડાયટલોવ પાસની ઘટના
સન 1959 માં, અનુભવી પદયાત્રીઓનું એક ગ્રુપ રશિયામાં સ્થિત ઉરલ પર્વતો સર કરવા નીકળ્યું હતું, અને ક્યારેય પાછું ન ફર્યું. તેમના મૃતદેહો દૂરના વિતારોમાંથી વિચિત્ર રીતે મળી આવ્યા હતા. તેઓ તેમના ફાટેલા તંબુ સાથે વિચિત્ર રીતે (જેમ કે, તેમની ફ્રેકચર ખોપરી, જીભ ગાયબ) મળી આવ્યા હતા. આજ સુધી પણ આ રહસ્યમય મૃત્યુંનું કારણ કોઈ જાણી શક્યું નથી.
3. વોયનિચ હસ્તપ્રત
વોયનિચ હસ્તપ્રત એ એક પુસ્તકનું નામ છે. 1912 માં વિલફ્રીડ વોયનિચ નામના પુસ્તક ડીલર દ્વારા મળ્યું હતું. આ પુસ્તક અજાણી ભાષામાં લખાયેલ છે. અને તેમાં રહેલા વિચિત્ર પ્રાણીઓ અને છોડના ચિત્રો કોઈ પણ જાણીતી જાતી સાથે મેળ ખાતા નથી. ઘણા અભ્યાસ અને પ્રયત્નો કરવા છતાં વોયનિચ હસ્તપ્રતની માહિતી એક રહસ્ય જ છે.
4. ધ વાઉ! સિગ્નલ
જેરી આર. એહમેન નામના ખગોળશાસ્ત્રીએ ઇ.સ. 1977 માં એક રેડિયો સિગ્નલ શોધી કાઢ્યો હતો. આ સિગ્નલ એટલો મજબૂત હતો કે તેને ધ વાઉ! સિગ્નલ તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ સિગ્નલ પાછું ક્યારેય મળી શક્યું નથી. અને આ હજુ સુધી એક રહસ્ય રહ્યું છે.
દુનિયાની 5 રહસ્યમય ઘટનાઓ વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે, જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.
5. તુંગુસ્કા ઇવેન્ટ
સાઈબીરિયાના તુંગુસ્કા વિસ્તારમાં ઈ. સ. 1908 માં અચાનક જ એક મોટો વિસ્ફોટ થયો, આ વિસ્ફોટ એટલો વિનાશક હતો કે તેના લીધે 800 ચોરસ મીટર જંગલ સપાટ થઈ ગયું. અને તેના લીધે એવો જોરદાર આંચકો આવ્યો કે તેની લહેર યુરોપ સુધી અનુભવાઈ. આ વિસ્ફોટનું કારણ અસંખ્ય તાપસ કરવા છતાં બહાર આવ્યું નથી.
6. રોઆનોકે કોલોની
જ્હોન વ્હાઇટની આગેવાનીમાં ઈ. સ. 1587 માં અંગ્રેજી વસાહતીઓ જૂથે ઉત્તર કેરોલિનના કિનારે રોઆનોક ટાપુ પર એક વાસહતની સ્થાપના કરી. પરંતુ વ્હાઇટ ઇંગ્લેન્ડમાંથી પાછો ફર્યો, ત્યારે તેને વસાહતીઓ કોઈ પણ નિશાન વિના વસાહત ઉજ્જડ જોવા મળી. નજીકના વૃક્ષમાં “ક્રોઆટોઅન” શબ્દ કોતરવામાં આવ્યો હતો. જે એક માત્ર સંકેત છે, જેના દ્વારા ઇતિહાસકારો અનુમાન લગાવે છે કે કદાચ વસાહતીઓ ક્રોઆટોઅન જનજાતિ દ્વારા અન્ય ટાપુ પર લઇ જવાયા હશે અથવા કદાચ તેમના દ્વારા માર્યા ગયા હશે.
7.મેરી સેલેસ્ટે
મેરી સેલેસ્ટે એક વેપારી જહાજ કે જે, ઈ.સ. 1872 માં એટલાન્ટિક મહાસાગરમાં તેમના મુસાફરો અને ક્રૂ મેમ્બરો દ્વારા છોડી દેવાયું હતું. વહાણનો પુરવઠો અને કાર્ગો સલામત હતા. અને અયોગ્ય રમત અથવા સંઘર્ષના પણ કોઈ નિશાન ન હતા. પરંતુ લાઈફબોટ ગુમ હતી. આજ સુધી મેરી સેલેસ્ટેના મુસાફરો અને ક્રૂ મેમ્બરોનું શુ થયું તેની કોઈ જાણકારી મળી નથી.
8. ઓક આઇલેન્ડ મની પિટ
કેનેડાના નોવા સ્કોટિયા આઇલેન્ડ પર જમીનમાં એક રહસ્યમય છિદ્ર છે. જેને ઓક આઇલેન્ડ મની પીટ કહેવાય છે. 1700 ના દાયકાના અંતથી, ઘણા પુરાતત્વવિદો અને ખજાનાના શિકારીઓ દ્વારા આ છિદ્રની અંદર રહેલી વસ્તુઓને દુનિયાની સામે લાવવાના અસંખ્ય પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી કોઈ સફળ થયું નથી. પાઈરેટ ટ્રેઝર, હોલી ગ્રેઇલ અને શેક્સપિયરની ખોવાયેલી હસ્તપ્રતો સહિત ખાડામાં બીજું શું છીપાયેલું હોય શકે તેના વિશે ઘણા સિદ્ધાંતો છે.
તમને આ વાંચવું ગમશે : કેનેડાના નોવા સ્કોટિયા આઇલેન્ડ પરના 400 વર્ષ જુના ખજાનનું રહસ્ય ઉકેલાયું !!
અમને ખાતરી છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે. શુ તમે પણ આવી ઘટના વિશે કઈ જાણો છો. તો અમને કૉમેન્ટ્ દ્વારા જરૂર જણાવો અને આ લેખ તમારા મિત્રો સાથે શેર કરો.
Click hear to Read Article in English
WOwwwww! Great information about the 8 mysterious and strange events in history. The blog written above is really beneficial for historians and those who are interested to know about history.