ઘણા લોકો અલગ અલગ ક્રિકેટરોના ફેન્સ હોય છે અને તેમના વિશે જાણવા આતુર રહેતા હોય છે. એમ કહી શકાય કે આ ક્રિકેટરો પોતાના ફેન્સના દિલ પર રાજ કરે છે. પરંતુ શુ તમે એ જાણો છો તમારા ફેવરિટ ક્રિકેટરના દિલ પર કોણ રાજ કરે છે.
આજે આપણે એવા 8 ક્રિકેટરોની વાત કરવા જઈ રહ્યા છે કે જે એમ કહી શકાય કે પોતાનું નસીબ પોતે સાથે લઈને આવ્યા છે. કારણ એ છે કે આ ક્રિકેટરોની પત્નીઓ હૂબહૂ બોલિવૂડની હિરોઇનો જેવી જ દેખાય છે. તો ચાલો જાણીએ આ 8 ક્રિકેટરો અને તેમની પત્નીઓ વિશે અને તેમની સકલ કઈ બોલલિવૂડની કઈ હિરોઇન સાથે મેચ થાઈ છે.
જૈક્લીન ફર્નાન્ડિઝ – આયશા મુખર્જી :
આયશા મુખર્જી ભારતીય ટીમના જાબાઝ ક્રિકેટર શિખર ધવનની પત્ની છે. તેમના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. હાલમાં તેમને એક પુત્ર પણ છે જેનું નામ જોરાવર છે. આયશા મુખર્જીનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડિઝને મળતો આવે છે.
દિવ્યા ખોસલા – નતાશા જૈન
નતાશા જૈન ભારતીય ક્રિકેટ ટિમના જાબજ બલ્લેબાજ ગૌતમ ગંભીરની પત્ની છે. નતાશા એક હાઉસવાઈફ છે અને તે લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.
ગૌતમ ગંભીરની પત્ની નતાશા જૈનનો ચેહરો ફેમસ અભિનેત્રી દિવ્યા ખોસલાને હૂબહૂ મળતો આવે છે.
પ્રાચી દેસાઈ – તાનિય યાદવ
ભારતીય ક્રિકેટ ટીમના બહેતરીન ગેંદબાજ ઉમેશ યાદવની પત્નીનું નામ તાનીયા યાદવ છે. તાનીયા યાદવનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈ જેવો જ લાગે છે.
માધુરી દીક્ષિત – અંજલી તેંદુલકર
માધુરી દીક્ષિતની બિલકુલ હમશકલ દેખાતી અંજલિ તેંદુલકર ભારતીય ક્રિકેટ ટીમના ભારત રત્ન એવોર્ડ મેળવનાર અને કેપ્ટન રહી ચૂકેલા સચિન તેંડુલકરની પત્ની છે.
દીપિકા પાદુકોણ – સુષ્મીતા રોય
સુષ્મીતા રોય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારીની પત્ની છે. અને સુષ્મીતા રોયનો ચેહરો હૂબહૂ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને મળતો આવે છે.
આ કપલને અલગ અલગ જગ્યઓ પર ફરવાનો ઘણો શોખ છે. જ્યારે પણ ક્રિકેટ મેચ ન હોય ત્યારે આ કપલ અલગ અલગ દેશોમાં ફરવા જાય છે. અને ત્યાંની તસવીરો પણ શેર કરે છે.
નરગીસ ફખરી – મયંતિ લેગર
મયંતી લેગર ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર સ્ટુઅર બન્નીની પત્ની છે. મયંતી લેગરનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરીને મળતો આવે છે. મયંતી લેગર કોઈ ને કોઈ બાબતમાં હંમેશા ચર્ચામાં રહે છે.
રાની મુખર્જી – પ્રિયંકા રૈના
પ્રિયંકા રૈના દુનિયાના સર્વશ્રેષ્ઠ ખિલાડીઓમાંના એક ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શુરેશ રૈનાની પત્ની છે. પ્રિયંકા રૈના અને શુરેશ રૈના પોતાની પુત્રીના નામથી એક ફાઉન્ડેશન ચલાવે છે. જેમાં તેઓ ગરીબ લોકોની મદદ કરે છે.
પહેલા પ્રિયંકા બેંકિંગ સેક્ટરમાં હતી જ્યાં તેનું લાખો રૂપિયાનું પેકેજ હતું. પરંતુ તે છોડીને હવે માત્ર સમાજ સેવા કરે છે. પ્રિયંકા રૈનાનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી સાથે મળતો આવે છે.
ઈશા દેઓલ – ડોના ગાંગુલી
ડોના ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીની પત્ની છે. ડોના ગાંગુલીનો ચેહરો બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલ સાથે મળતો આવે છે.
તો દોસ્તો આ પોસ્ટમાં તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે તે અમને કૉમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમારો ફેવરિટ ક્રિકેટર આ લેખમાં નથી તો એ કોણ છે એ પણ કૉમેન્ટમાં જરૂર જણાવજો. અને હા આ પોસ્ટ તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં…
આવી જ વાતો જાણતા રહેવા માટે અમને ફોલો કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.
આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!
[…] […]