આજના જમાનામાં લોકો સુંદરતાના દીવાના છે. તે પછી વસ્તુ હોય, પક્ષી કે પ્રાણી હોય કે પછી માણસ જ કેમ ન હોય. અને વાત કરીએ માણસોની સુંદરતાની તો આજથી 5 વર્ષ પહેલાં માત્ર મોડેલ્સ અને બોલિવૂડ અભિનેત્રીઓ જ તેમની સુંદરતાના લીધે ફેમસ હતી. પરંતુ હાલમાં સોશ્યલ મીડિયાના જમાનામા ઘણા લોકો તેમની સુંદરતાના લીધે ફેમસ થઈ ગયા છે.
તમને નેપાળની એ શાકભાજીવાળી તો યાદ હશે જ જે પોતાના ખુબજ સુંદર રૂપને કારણે સોશ્યલ મીડિયામાં પ્રખ્યાત થઈ હતી. અને કદાચ તમને એ પાકિસ્તાનનો ચા વાળો પણ યાદ હોય કે જે પોતાના આકર્ષક રૂપને કારણે સોશ્યિલ મીડિયામાં ખુબજ ફેમસ થયો હતો. જો તમને આ બંને વિશે કંઈજ જાણકારી નથી તો તમે કૉમેન્ટ કરો અમે તેના પર અલગથી લેખ બનાવીશું. પણ હવે આ લિસ્ટમાં એક અન્ય નામ પણ જોડાઈ ચૂક્યું છે. જે એક નર્સ છે અને આ નર્સ એટલી સુંદર છે કે પોતાની સુંદરતાના કારણે દુનિયાના લોકોએ તેમને સૌથી સુંદર નર્સ જાહેર કરી છે.
હોસ્પિટલોમાં નર્સનું કામ દર્દીઓની સંભાળ રાખવાનું હોય છે. અને નર્સોની સંભાળને લીધે દર્દીઓ સાજા થતા હોય છે. પરંતુ આજે આપણે જે નર્સની વાત કરીએ છીએ તે સુંદર નર્સને જોવા માટે લોકો ખોટા-ખોટા બીમાર પડે છે અને તે હોસ્પિટલમાં ઈલાજ કરવા જાય છે જેમાં તે નર્સ કામ કરે છે.
આ નર્સ પણ પોતાની સુંદરતાને લીધે ખૂબજ ફેમસ થઈ છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. અને તેમના ઘણા ફેન પેજ પણ બની ગયા છે. આ નર્સ પોતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટોઝ શેર કરે છે તેમાં તે મોડેલ્સ અને અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. આ નર્સનું નામ ‘કૈરીના લીન’ છે. જે સુંદરતામાં અભિનેત્રીને પણ પાછળ પાડે છે.
આટલી પોપ્યુલર હોવા છતાં પણ કૈરીના નર્સનું કામ કરે છે. આજકાલ લોકો પોપ્યુલર થતા પોતાનું મૂળ કામ ભૂલી જાય છે. પરંતુ કૈરીનાએ પોતાનું કામ છોડ્યું નથી. હવે જોવાનું એ છે કે કૈરીનાની આ પોપ્યુલરીટી તેના કામ પર કોઈ અસર કરે છે કે નહીં. કારણ કે કેટલાક લોકો માત્ર કૈરીનાને જોવા માટે ખોટા-ખોટા બીમાર પડી આ હોસ્પિટલમાં ઈલાજ કરવા આવે છે જેથી કૈરીના સાચા દર્દીઓની બરાબર સંભાળ કદાચ ન પણ રાખી શકે.
લોકો આ નર્સને એક મૉડેલ સમજે છે…
કૈરીના ઇન્સ્ટાગ્રામમાં પોતાની જે તસવીરો મૂકે છે તે ખુબજ આકર્ષક અને હોટ હોય છે. તેથી તેમને જોનારા લોકો તેમને એક નર્સ નહીં પણ મોડેલ સમજે છે. અને તેની સુંદરતાના દીવાના લોકો ખોટા બીમાર પડીને હોસ્પિટલમાં ઈલાજ કરવા પણ જાય છે.
કૈરીનાના હાથ પર એક ટેટુ બનેલું છે જે તેની સુંદરતામાં ખાસો વધારો કરે છે. કૈરીના હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે પણ તેની સુંદરતા અને પોપ્યુલરીટી કદાચ તેમના આ કામમાં અડચણ રૂપ બનતી હશે. કારણ કે લોકો ખોટા બીમાર પડીને સારવાર લેવા જતા હોવાથી ક્યારેક સાચા દર્દીની તે સંભાળ પણ લઈ શકતી નઈ હોય.
આ લેખ તમને પસંદ આવ્યો કે નહીં તે અમને જરૂર કૉમેન્ટમાં જણાવજો. આવી જ વાતો આગળ પણ જાણતા રહેવા માટે અમારા ફેસબૂક પેજ ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો. અને હા, શુ તમેં પણ બીમાર પડી આ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા માંગશો ? 🤣 કૉમેન્ટ્ કરીને જરૂર જણાવજો…
[…] […]