આપણે સામાન્ય રીતે લોકોના ઘરના પાર્કિંગમાં સ્કૂટર, સાયકલ કે કાર જોવા મળે છે. પરંતુ આજે અમે જે ગામ વિશે વાત કરીએ છીએ તે આ બધા ગામોથી અલગ પડતું આવે છે. આ ગામના દરેક ઘરના પાર્કિગમાં તમને સ્કૂટર કે કાર નહીં પરંતુ વિમાન જોવા મળશે. તો ચાલો જાણીએ આ ગામ ક્યાં આવેલું છે. શુ નામ છે આ ગામનું અને બીજું ઘણું બધું…
વિશ્વમાં કુલ 630 એરપાર્ક્સ આવેલા છે જેમાંથી 610 એરપાર્ક્સ યુસએમાં જ આવેલા છે. વિશ્વનો સૌથી પહેલો એરપાર્ક ઇ.સ. 1946 માં કેલિફોર્નિયાના ફ્રેસનોમાં બનાવવામાં આવ્યો હતો. આજે આપણે જે ગામ વિશે વાત કરીએ છીએ તે ફ્લાય ઇન સમુદાય તરીકે જાણીતું છે. અને આ ગામ યુસએમાં આવેલું છે. હવે તમને આ જાણીને પ્રશ્ન જરૂર થયો હશે કે એવું તે શું છે આ ગામમાં કે દરેક ઘરની બહાર વિમાન જોવા મળે છે. તો ચાલો જાણીએ…
ખરેખર આ ગામનો વિડિઓ હાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને જે કોઈ પણ આ વિડિઓ જોવે છે તે દંગ રહી જાય છે. આવા ઘણા એરપાર્કસ તમને યુસએમાં જોવા મળશે. તેને બનાવવાનું કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુસએમાં પાઈલટ્સની સંખ્યા ચાર લાખથી વધી ગઈ હતી. અને બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા વિમાનો પણ નકામા થઈ ગયા હતા. આ સ્થિતિમાં અમેરિકન એરોનોટિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આવા ઘણા એરપાર્ક્સ બનાવવામાં આવ્યા અને પછી રન વેની આજુબાજુ નિવૃત લશ્કરી પાયલટ સ્થાઈ થઈ ગયા.
વાત કરીએ આ પ્લેન ઉડાવવામાં થતી મુશ્કેલીઓની તો આ ગામના રસ્તાઓની લંબાઈ અને પહોળાઈ એટલી રાખવામાં આવી છે કે જેથી દરેક વિમાન સરળતાથી એકબીજાને ટકરાયા વિના ઉડાન ભરી શકે.
આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!
શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.
Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!