મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર અને પ્લેનના મેંટનન્સ માટે ગુજરાત સરકાર રોજના 3.24 લાખ રૂપિયા ખર્ચે છે : વિધાનસભા

મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર અને પ્લેનના મેંટનન્સ માટે ગુજરાત સરકાર રોજના 3.24 લાખ રૂપિયા ખર્ચે છે : વિધાનસભા
  •  છેલ્લા 2 વર્ષમાં મેન્ટેનન્સ પાછળ રૂપિયા 23.69 કરોડનો ખર્ચ કર્યાનું વિધાનસભાએ જણાવ્યું છે. 
  • પ્લેનના મેન્ટેનન્સમાં 1 વર્ષમાં થયો 4 ગણો વધારો
છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લેન અને હેલિકોપ્ટરના પાયલટ,સ્ટાફ અને મેન્ટેનન્સનો કુલ ખર્ચ 23.69 કરોડ રૂપિયા થયો હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. એટલે કે એક દિવસનો આશરે ખર્ચ 3.24 લાખ રૂપિયા થાય છે.
 
હેલિકોપ્ટર પાછળ વર્ષ 2019 માં આશરે રૂપિયા 3.41 કરોડ તથા વર્ષ 2020 માં 3.36 કરોડ મળીને 2 વર્ષનો કુલ ખર્ચ 6.78 કરોડ રૂપિયા થયો છે. આ ઉપરાંત પ્લેન પાછળ વર્ષ 2019 મા રૂપિયા 3.59 કરોડ તથા વર્ષ 2020 માં રૂપિયા 13.31 કરોડનો ખર્ચ થયો હતો. આ માહિતી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદિન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં વિધાનસભાએ આપી હતી.
 
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદીને જણાવ્યું કે ગુજરાતની પ્રજા મોંઘવારી અને મંદી નો સામનો કરી રહી છે. કોરોનાને કારણે મોટી સંખ્યામાં કારખાનાઓ અને ધંધા બંધ થય ગયા છે.જ્યારે સરકારના ખર્ચમાં કોઈપણ પ્રભાવ નહિ. અને લોકોના ખિસ્સામાંથી માસ્કના નામે હજારો રૂપિયા ખંખેરી લેવામાં આવતા.
 
વિધાનસભાએ જણાવ્યું કે હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ મેં. ઇન્ડોકોપટર્સ પ્રા. લી. તથા પ્લેનનું મેન્ટેનન્સ એરવર્ક્સ ઇન્ડિયા એન્જિનિરિંગ પ્રા. લી. તથા જેટનું મેન્ટેનન્સ મેં. ઈંડામર એવીએસન પ્રા. લી. દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *