પોતાની 2 પત્નીઓ સાથે એક જ જગ્યા પર રહે છે બોલીવૂડની આ મહાન હસ્તી. જુઓ તસ્વીરો

પોતાની 2 પત્નીઓ સાથે એક જ જગ્યા પર રહે છે બોલીવૂડની આ મહાન હસ્તી. જુઓ તસ્વીરો

તમે ઘણા બોલીવૂડના અભિનેતા વિશે સાંભળ્યું હશે કે લગ્ન થઈ ગયા પછી તેમનું દિલ કોઈ બીજી અભિનેત્રી અથવા છોકરી પર આવી ગયું અને તેમની પત્નીને છૂટાછેડા આપ્યા હોય. એવાં બોલિવૉડના ઘણા અભિનેતાઓ છે અને આપણે આજે જેના વિશે વાત કરવાના છીએ તે પણ આ  લિસ્ટમાં સામેલ છે. અને એટલું જ નહીં તે પોતાની બંને પત્નીઓ સાથે એક જ જગ્યા પર રહેવાનું ડેરિંગ પણ કરે છે. તો ચાલો જાણીએ એ બોલીવૂડના આ ડેરિંગ સ્ટાર વિશે….

આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે માત્ર અભિનેતા જ નહીં પરંતુ ગાયક,ડિરેક્ટર, ગીત લેખક અને નિર્માતા પણ છે. આપણે લોકપ્રિય ગાયક હિમેશ રેશમિયા વિશે વાત કરીયે છીએ. હિમેશ રેશમિયા પોતાની પહેલી પત્ની જેમને તેણે છૂટાછેડા આપી દીધા છે અને પોતાની બીજી પત્ની સાથે એક જ જગ્યા પર રહે છે.

This-great-Bollywood-celebrity-lives-in-the-same-place-with-his-2-wives-See-pics
Image Source: News 18

 

હિમેશ રેશમિયાએ પહેલા 2017 માં સોનિયા કપૂર સાથે કોર્ટમાં લગ્ન કર્યા કે જે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ હતી. અને ત્યારબાદ બંનેએ બીજીવાર ગુજરાતી રિવાજોથી લગ્ન કર્યા હતા. અને હવે સોનિયા રેશમિયા પરિવારનો એક ભાગ છે. 

This-great-Bollywood-celebrity-lives-in-the-same-place-with-his-2-wives-See-pics
Image Source: Times Of India

24 વર્ષ પહેલાં હિમેશ રેશમિયાએ કોમલ નામની યુવતિ સાથે પણ લગ્ન કર્યા હતા. જેને હિમેશે 2017ની શરૂઆતમાં છૂટાછેડા આપ્યા હતા. જોકે આ છૂટાછેડા પાછળ સોનિયા કપૂરનો કોઈ જ હાથ ન હતો. હિમેશ અને કોમલનો નામનો એક દીકરો પણ છે. 

આ બધી વાતો વચ્ચે એક વિશેષ વાત એ પણ છે કે હિમેશ રેસમિયાની બંને પત્નીઓ એક જ જગ્યા પર એક જ બિલ્ડિંગમાં અલગ અલગ ફ્લેટમાં રહે છે.હિમેશની પહેલી પત્ની લોખંડવાલામાં બિલ્ડિંગમાં 36 માં માળે રહે છે જ્યારે હિમેશ તેની પત્ની સોનિયા સાથે તે જ બિલ્ડિંગમાં 35 માં માળે રહે છે.
 
હિમેશ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે અને તેના પિતા વીપીન રેશમિયાએ તેમને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. હિમેશ નાનપણથી જ પોતાના પિતા સાથે સંગીત પર કામ કરી રહ્યા છે. હકીકતમાં હિમેશ એકટર બનવા માંગતા હતા પરંતુ તેના પિતા ઇચ્છતા હતા કે તેના બે પુત્રોમાંથી એક સંગીતકાર બને અને તે હિમેશનો મોટો ભાઈ બને પરંતુ તેનું નિધન થવાથી હિમેશે તેમના પિતાનું સપનું પૂરું કરવા તે સિંગર બન્યા.
હિમેશે સલમાનખાનને ઇ.સ. 1998 માં તેમની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’ માં તક આપી હતી અને ત્યારબાદથી હિમેશ સલમાનના મિત્રો સાથે જોડાયો. હિમેશે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ થઈ હતી.
હિમેશ રેશમિયાએ ઘણી ફિલ્મોમાં ગીતો ગયા હતા અને ઘણી ફિલ્મોમાં એક્ટીંગ પણ કરી હતી પરંતુ હિમેશ એક્ટિગમાં ફ્લોપ થઈ ગયા. હાલમાં હિમેશ ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. 
 
જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને દારોરોજ આવીજ પોસ્ટ મેળવવા ફોલો કરો INN Gujarti  પેજને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *