‘મિર્ઝાપુર’ વેબ સિરીઝના બીજા પાર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.બે વર્ષ પછી આ સિરીઝનો બીજો ભાગ 22 ઓક્ટોબરના રોજ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.બીજી સિઝન લોકોને ઘણી જ પસંદ આવી છે અને તેના સંવાદો પણ લોકોને ખૂબ જ ગમ્યા છે. જોકે, હવે આ સીરિઝ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
વેબસીરિઝ ‘મિર્ઝાપુર’ને ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાની સાંસદ અનુપ્રિયા પટેલે હિંસક ગણાવીને આની વિરુદ્ધ PM મોદી અને CM યોગી ફરિયાદ કરી છે.અનુપ્રિયાએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટૅગ કરીને સીરિઝની તપાસ કરવાની માગ કરી છે.
વેબસિરિઝમાં ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરને હિંસક બતાવાયું છે.
અનુપ્રિયા દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં જણાવ્યા મુજબ માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં મિર્ઝાપુરનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિસ્તારને ‘મિર્ઝાપુર’ નામની વેબસિરિઝના માધ્યમથી બદનામ કારવાનમાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સીરિઝના માધ્યમથી જાતીય વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે.
मिर्ज़ापुर ज़िले की सांसद होने के नाते मेरी माँग है कि इसकी जाँच होनी चाहिए और इसके विरुद्ध कार्यवाही होनी चाहिए @PrakashJavdekar @narendramodi @myogiadityanath
2/2— Anupriya Patel (@AnupriyaSPatel) October 24, 2020
અનુપ્રિયાની બીજી ટ્વીટ મુજબ મિર્ઝાપુર જિલ્લાની સાંસદ હોવાને લીધે તેણીની માંગણી છે કે આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
એમેઝોન પ્રાઈમ પર ‘મિર્ઝાપુર 2’ 23 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. તેના બદલે 22 ઓક્ટોબરના રોજ જ રિલીઝ કારી દેવામાં આવી હતી.આ સીરિઝને મિહિર દેસાઈ તથા ગુરમીત સિંહે ડિરેક્ટ કરી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગલ, શ્રેયા પિંગલાવકર, લિલીપુટ, કુલભૂષણ જેવા કલાકારો છે.ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાણી આ સિરીઝના પ્રોડ્યૂસર છે.
દરેક બાબતમાં કંઈક વધારે પડતું
10 એપિસોડની ‘મિર્ઝાપુર 2’ દરેક બાબતમાં કંઈક વધારે પડતું જ છે. પછી તે ગાળો હોય કે હિંસા કે ન્યૂડ સીન કે પછી ડબલ મીનિંગ જોક. આ વખતે મેકર્સે દરેક બાબતમાં એક ડગલું આગળ રહેવાનો પ્રયાસ કર્યો છે.