ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના શાનદાર પરફોર્મન્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત થયા છે. ધોનીના ફેન્સ માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફની વાતો જાણવાની પણ ઉત્સુકતા ધરાવતા હોય છે.એવામાં ધોનીની એક્સ ગર્લફ્રેન્ડએ પોતાની સગાઈનું સોશિયલ મોડિયામાં એલાન કર્યું છે. ત્યારથી જ ધોનીના ફેન્સ જાણવા આતુર થઇ રહ્યા છે કે ધોનીની આ ગર્લફ્રેન્ડનું દિલ કોના પર ફીદા થયું છે. તો ચાલો જાણીએ કોણ છે ધોનીની આ એક્સ ગર્લફ્રેન્ડ અને તેનું દિલ કોના પર ફીદા થયું છે…
મહેન્દ્રસિંહ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ બીજી કોઈ નહીં પરંતુ બોલિવૂડ એકટ્રેસ રાય લક્ષ્મી છે. રાય લક્ષ્મીએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સગાઈનું એલાન કર્યું છે અને જણાવ્યું છે કે જલ્દી જ તે પોતાના પાર્ટનર સાથે લગ્નના બંધનમાં બંધાઈ જવાની છે.ધોનીની આ એક્સ ગર્લફ્રેન્ડ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર તે એકટ્રેસના ફેન્સ તેમની પોસ્ટ પર ઘણી કૉમેન્ટ્સ કરી રહ્યા છે અને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ધોનીની આ એક્સ ગર્લફ્રેન્ડની 27 એપ્રિલ 2021 ના રોજ છે સગાઈ
Image Source: IBT |
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી બોલલિવૂડ અને ટોલિવૂડ એકટ્રેસ રાય લક્ષ્મીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી ને જણાવ્યું છે કે ઘણા લોકો તેમને ઘણા દિવસોથી સવાલ પૂછી રહ્યા છે તેનો હું જવાબ આપી રહી છું. હું કોઈનાથી મારા સબંધો છુપાવતી નથી અને કોઈને પણ મારી પર્સનલ લાઈફમાં દિલચસ્પી હોવી જોઈએ નહીં. અને હું પ્રાઇવેસી પણ ઈચ્છું છું.
Image Source: Gulte.com |
Image Source: plumeria movies |
લક્ષ્મીએ સાથે એ પણ લખ્યું હતું કે અમે નજીકના મિત્રોને આમંત્રણ મોકલ્યું છે અને હું 27 એપ્રિલ 2021 ના રોજ સગાઈ કરવા જઈ રહી છું. આ બધું જ અચાનક જ થયું પરંતુ હું અને મારો પરિવાર ખુશ છે. જેની સાથે મારા લગ્ન થવાના છે તે વ્યક્તિની થવા માટે હું સંપૂર્ણ તૈયાર છું.
Image Source: Adhuri Lagani |
Image Source: photokida |
જ્યારે મહેન્દ્રસિંહ ધોનીનું કરિયર શરૂ થયું હતું ત્યારે ધોની સાથે લક્ષ્મી રાયનું નામ જોડવામાં આવ્યું હતું બંનેના લવ અફેરની ખબરો પણ બજારમાં ખૂબ જ જોરમાં હતી. જોકે ત્યારબાદ કોઈ કારણોસર મહેન્દ્રસિંહ ધોની અને લક્ષ્મી રાઈનું બ્રેકઅપ થઈ ગયું હતું. અને ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોનીએ સાક્ષી સાથે લગ્ન કરી લીધા હતા.
Image Source : india.com |
વાત કરીએ ધોની અને લક્ષ્મીના સબંધોની તો બંને માંથી કોઈએ પણ તેમના સબંધો વિશે સ્પષ્ટપણે જણાવ્યું નથી. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર રાય લક્ષ્મીએ વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યું હતું જેમાં તેણે ધોની અને પોતાના સંબંધોને એક ભૂલ ગણાવી હતી.
Image Source: 10tv.in |
રાય લક્ષ્મીએ આ વાતને અટકાવતા કહ્યું હતું કે હવે આ વાત પર ચર્ચા કરવાનું આપણે બંધ કરવું જોઈએ. હવે ધોનીના લગ્ન થઇ ચુક્યા છે અને તેને એક પુત્રી પણ છે. અને તેનું કહેવું એમ પણ હતું કે જે વ્યક્તિને તમે આજે મળો છો તેની સાથે આગળ જતાં સબંધો તૂટી જાય છે. તે જ જીવનની રીત છે. જો બધી વસ્તુ યોગ્ય રીતે ન ચાલે તો તેમને છોડીને આગળ વધવું જોઈએ. હાલમાં રાય લક્ષ્મીના ફેન્સ તેમને લગ્ન જીવન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!
શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.
Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!
આ પણ વાચો: પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ દસ બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ