ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા અમદાવાદની યુ એન હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 77 વર્ષની ઉંમરે અવસાન પામ્યા છે.
તેમના મોટા ભાઈ સંગીતકાર અને ગાયક એવા મહેશ કનોડિયા 4 દિવસ પહેલા લાંબા સમયની માંદગીને લીધે 86 વર્ષની વયે આવસાન પામ્યા છે. આમ આ ટૂંકા ગાળામાં મહેશ-નરેશની જોડીએ વિદાય લીધી છે.
મહેશ-નરેશની જોડીએ સંગીતકાર તરીકેની કારકિર્દી મુંબઈમાં શરૂ કરી હતી. તે સમયે બંને ભાઈઓ પેડર રોડ પર લતા મંગેશકરના નિવાસસ્થાન પ્રભુ કુંજની સામેના મકાનમાં રહેતા હતા.તેઓ 1960 ના દાયકામાં અમદાવાદ આવ્યા. 1970 માં નરેશ કનોડિયાએ વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો.ત્યારબાદ પોતાની પ્રતિભાના જોરથી તેણે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારનું બિરુદ મેળવ્યું.44 વર્ષની ઉંમરે તેમણે સાવસોથી વધુ ફિલ્મ કરી અને ઘણા એવોર્ડ મેળવ્યા.
નરેશ કનોડિયાએ અભિનેત્રી સ્નેહલતા સાથે ઘણી સુપરહિટ ફિલ્મો કારી છે. નરેશ કનોડિયા 20 ઓગસ્ટ 1943 ના રોજ મહેસાણાના કનોડા ગામે જન્મ્યા હતા.તેમનો પુત્ર હિતેશ કનોડિયા આજે ગુજરાતી ફિલ્મનો ટોચનો અભિનેતા છે.