બોલિવૂડ ફિલ્મોમાં આમ તો ઘણા લોકો હાસ્ય કલાકાર તરીકેની ભૂમિકાઓ ભજવતા જોવા મળે છે. પરંતુ રાજપાલ યાદવ આ બધાથી થોડા અલગ પડે છે. એક નાનકડા પણ ફિલ્મોની દુનિયામાં હાસ્ય કલાકાર તરીકે ખૂબ જ મોટું નામ રાજપાલ યાદવનું લેવામાં આવે છે. અને તેને પણ પોતાની કોમેડીથી લોકોને ખૂબ હસાવ્યા છે.
એક સમય હતો જ્યારે રાજપાલ યાદવના ફિલ્મમાં હોવાથી ફિલ્મો હિટ થતી હતી. તેમની છેલ્લી હિટ ફિલ્મ ‘જુડવા-2’ હતી. ત્યારબાદ તેમણે થોડી ફિલ્મો કરી હતી પરંતુ તે ફ્લોપ હતી. ફિલ્મોમાં નાના-મોટા રોલથી શરૂઆત કરનારા રાજપાલ યાદવે ફિલ્મની દુનિયામાં ઘણી સફળતા મેળવી અને આજે તેના ઘણા ફેન્સ પણ છે.
કદાચ તમારામાંથી બહુ ઓછા લોકો જ જાણતા હશે અને કદાચ પહેલીવાર જાણીને નવાઈ પણ લાગશે કે રાજપાલ યાદવના બે લગ્ન થયા છે. અને રાજપાલ યાદવને ત્રણ દીકરીઓ છે. રાજપાલ યાદવની પહેલી પત્નીનું નામ કરુણા છે.
આ બંનેની એક દીકરી પણ છે જેનું નામ જયોતિ છે. કરુણા યાદવે ખૂબ જ જલ્દી આ દુનિયાને અલવિદા કહ્યું હતું. કરુણા યાદવનું દીકરી જ્યોતિને જન્મ આપ્યા બાદ નિધન થયું હતું. ત્યારબાદ રાજપાલ યાદવે રાધા નામની યુવતી સાથે લગ્ન કર્યા. તો ચાલો જાણીએ રાજપાલ અને રાધાની પ્રેમ કહાની…
રાજપાલ યાદવની પત્ની રાધાએ પણ એક ઇન્ટરવ્યૂમાં તેમની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. અને એ પણ જણાવ્યું હતું કે જ્યારે રાધા મુંબઇ આવી ત્યારે રાજપાલ તેને પોતાના ઘરે લઈ ગયા હતા. અને સરપ્રાઈઝ આપવા રાજપાલે પોતાનું ઘર કેનેડાની એ હોટેલની જેમ ઇન્ટરીયર ડિઝાઇન કરાવ્યું હતું જયા તેઓ પહેલી વખત મળ્યા હતા.
હવે ઓનલાઈન શોપિંગનો સમય છે!
શું તમે તમારી ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in તમારા મનપસંદ સ્ટોર્સની મુલાકાત લો અને મફત કૂપન્સ, ડીલ્સ અને પ્રોમો કોડ મેળવો.
Bigdealz.in – તમારી ખરીદીને વધુ સસ્તું બનાવવાની એક સરળ રીત!