Tuesday, December 3, 2024
Homeગૉસિપબોલીવૂડની આ ફેમસ 8 અભિનેત્રીઓ સાથે હતું રણબીર કપૂરનું અફેર...એક તો છે...

બોલીવૂડની આ ફેમસ 8 અભિનેત્રીઓ સાથે હતું રણબીર કપૂરનું અફેર…એક તો છે પાકિસ્તાનની ફેમસ અભિનેત્રી

બોલીવૂડ સ્ટાર્સ તેમની એક્ટીંગ ઉપરાંત તેમના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેઓ પ્રેમ સંબંધને લઈને અખબારોમાં હેડલાઇન્સમાં જોવા મળતા રહે છે. તો એવા જ એક સ્ટાર રણબીર કપૂર વિશે વાત કરીએ તો તે ઘણી વખત અલગ અલગ અભિનેત્રીઓ સાથેના અફેરને લઈને ચર્ચામાં રહે છે. તેમની લગભગ 38 વર્ષની ઉંમરે 8 ફેમસ અભિનેત્રીઓ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. અને તેમાં એક તો પાકિસ્તાનની ફેમસ અભિનેત્રી પણ છે. તો ચાલો જાણીએ રણબીર કપૂરની આ આઠ ગર્લફ્રેન્ડસ વિશે….

આલિયા ભટ્ટ –

alia bhatt and ranbir kapoor
Image Source : DNA India
લોકો જાણે જ છે કે છેલ્લા ઘણા માહિનાઓથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમ પ્રકરણને લઈને અખબારોની હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે. ક્યારેક એવા સમાચાર પણ મળે છે કે બંને જલ્દી જ લગ્ન કરી લેશે. પરંતુ આજ સુધી લગ્ન થયા નથી એટલે લોકો એવું પણ વિચારે છે કે અભિનેતા હવે નવા પ્રેમની શોધમાં છે. 

મહીરા ખાન –

mahira khan and ranbir kapoor
Image Source : WION
રણબીર કપૂરનું નામ પાકિસ્તાની અભિનેેત્રી મહીરા ખાન સાથે પણ જોડવામાં આવ્યુ હતું. પરંતુ તેમના પ્રેમનું સત્ય આજે પણ બહાર આવ્યું નથી. રણબીર કપૂર અને મહીરા ખાન સાથે ધુમ્રપાન કરતા જોવા મળ્યા હતા. 

નરગીસ ફખરી –

ranbir kapoor and nargis relationship
Image Source : Filmi Beat

ફિલ્મ ‘રોકસ્ટાર’ ના શૂટિંગ દરમ્યાન રણબીર કપૂર અને નરગીસ ફખરીનો પ્રેમ સબંધ ચર્ચામાં હતો. પરંતુ ફિલ્મ રિલીઝ થઈ ગયા બાદ તેમનો પ્રેમ પણ ખતમ થઈ ગયો.

કેટરિના કૈફ –
ranbir kapoor and katrina kaif
Image Source : Bollywood Hangama

રણબીર કપૂરનું નામ કૈટરીના કૈફ સાથે પણ જોડવામાં આવ્યું હતું. ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેના પ્રેમની ખબરો ચર્ચામાં હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બંને લીવ ઇન રિલેશનશિપમાં પણ રેહવા લાગ્યા હતા. પરંતુ 2016 માં બંને અલગ થઈ ગયા. 

દીપિકા પાદુકોણ –
deepika padukone and ranbir kapoor
Image Source : republicworld
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણના પ્રેમના કિસ્સાઓ તો આજે પણ ચર્ચામાં જોવા મળે છે. બંને પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા હતા કે અભિનેત્રીએ તો અભિનેતાના નામનું ટેટુ પણ કરાવ્યું હતું. તેઓ 2008 માં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ 2009 માં ‘બચના હે હસીનો સે’ ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ રણબીરનું દિલ કેટરીના પર આવતા દીપિકા હંમેશા માટે દૂર રહેવા લાગી.

પ્રિયંકા ચોપડા –

priyanka chopra and ranbir kapoor
Image Source : whoa
હંમેશા તેમની સુંદરતા અને અભિનય માટે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને રણબીર કપૂર ફિલ્મ ‘અંજના અંજાની’ દરમ્યાન એકબીજાના પ્રેમમાં પાગલ હતા. ત્યારબાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ બંનેએ ફિલ્મ ‘બર્ફી’ માં પણ સાથે કામ કર્યું હતું.

સોનમ કપૂર –

sonam kapoor and ranbir kapoor
Image Source : Quora
એમ કહેવામાં આવે છે કે સંજયલીલા ભલસાણીની ફિલ્મ ‘બ્લેક’ થી રણબીર કપૂર અને સોનમ કપૂરના પ્રેમની શરૂઆત થઈ. અને તેમની જોડીને પણ વધારે પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ 2007 માં ફિલ્મ ‘સાવરિયા’ માં તેમણે સાથે કામ કર્યું હતું. પરંતુ જલ્દી જ તેમનો પ્રેમ ખતમ થઈ ગયો હતો.

અવંતિકા મલિક –

avantika malik and ranbir kapoor
Image Source : akhandnews
અવંતિકા મલિક ટીવી શો ‘જસ્ટ મોહબ્બત’ માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. ઘણા વર્ષો પહેલા તેમના રણબીર કપૂર સાથે પ્રેમ સંબંધ હતા. અને આ પ્રેમ સંબધો 5 વર્ષ સુધી ચાલ્યા. ત્યારબાદ બંનેનું કોઈ કારણથી બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ અવંતીકાએ આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાન સાથે 2011 માં લગ્ન કરી લીધા.

આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો. આ લેખનો સારાંશ akhandnews માંથી લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular