‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ છેલ્લા 11 વર્ષથી ટીવી પર આવતી અને તેમના દર્શકોને હસાવતી સિરિયલ છે. અને તમે છેલ્લા 11 વર્ષોથી ગોકુલધામ સોસાયટી અને ગડા ઇલેક્ટ્રોનિકસ જોઈ રહ્યા છો. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેઠાલાલ જયારે બાઘા અથવા નટુકાકાને ચા અથવા લસ્સી લઇ આવવાનું કહે છે ત્યારે એ ચા અથવા લસ્સી ક્યાંથી આવે છે. તો ચાલો આજે જાણીએ ક્યાંથી આવે છે એ ચા અને લસ્સી.
Image Source: Apnu Gujarat |
તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જોતા હશો તો તમને ખબર જ હશે કે કોઈ ખાસ વ્યક્તિ ગડા ઇલેક્ટ્રોનિકસ પર આવે તો તેમના માટે જેઠાલાલ ચા અથવા લસ્સી કે ફાલુદા મંગાવે છે. પરંતુ આ માટે સેટ પર કોઈ બંદોબસ્ત કરવામાં નથી આવતો. પણ વાસ્તવમાં આ દુકાનો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે અને વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસ પણ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.
Image Source: Apnu Gujarat |
જેઠાલાલને જ્યારે પણ દુકાન પર ચા પીવાની ઇચ્છા થાય ત્યારે ચા વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી હોટેલ સમુદ્રમાંથી ચા મંગાવવામાં આવે છે. આ હોટેલ વાસ્તવમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.
Image Source: Apnu Gujarat |
જ્યાંરે પણ જેઠાલાલ લસ્સી અથવા ફાલુદા મંગાવે છે ત્યારે એ લસ્સી અથવા ફાલુદા બેસ્ટ ફાલુદા માંથી મંગાવવામાં આવે છે. જે દુકાન પણ ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી છે.
Image Source: Apnu Gujarat |
મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી ગડા ઇલેક્ટ્રોનિકસનું નામ પહેલા કંજ્યુમર શોપ હતું. પરંતુ જ્યારે પણ શૂટિંગ હોય ત્યારે બેનર બદલવું પડતું હોવાથી દુકાનના માલિકે શોના પ્રોડ્યૂસર આસિત મોદીને દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ રાખવા ઇચ્છતા હોવાનું જણાવ્યું અને આસિતભાઈ માની ગયા. હાલ વાસ્તવમાં તે દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ છે. અને તે દુકાનના માલિકનો 13 વર્ષોથી આસિકભાઈ સાથે સબંધ છે.
[…] શુ તમે જાણો છો જેઠાલાલ દુકાન પર ક્યાંથ… […]