તાપસી પન્નુ વિરુદ્ધ 5 કરોડ રોકડ રકમ લીધી હોવાના પુરાવા.
- તાપસી અને અનુરાગ બંનેને હોટલની રૂમમાં રાખ્યા હોવાની ચર્ચા
- અનુરાગ અને તાપસીની સતત બીજા દિવસે પણ પૂછપરછ ચાલુ
IT વિભાગ તરફથી હેરાફેરીના પ્રાથમિક આંકડા બાર પાડવામાં આવ્યા છે. ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા તાપસી પન્નુ,અનુરાગ કશ્યપ અને અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ લોકોની તાપસ બાદ આશરે 350 કરોડની હેરાફેરીના પુરાવા મળ્યા છે.
આ દરમિયાન અભિનેત્રી તાપસી પન્નુએ 5 કરોડની રોકડ રકમ લીધી હોવાનો પુરાવો પણ મળ્યો છે. અને તે સિવાય અન્ય જાણીતા ફિલ્મ ડાયરેક્ટરો અને નિર્માતાઓ દ્વારા નકલી ખર્ચ બતાવી આશરે 20 કરોડના ગોટાળા કર્યાના પુરાવા પણ મળ્યા છે.બુધવારે તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની 6 કલાક સુધી પુછપરછ કરાઈ હતી. હાલ તેમના whatsapp ડેટા,ઇમેઇલ અને Harddisk તથા અન્ય ડિજિટલ ડેટાની તાપસ કરવામાં આવી રહી છે.
IT વિભાગે 3 માર્ચે બિઝનેસ સાથે સંકળાયેલી ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ, એક્સિડ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, ફેન્ટમ ફિલ્મ્સ, મોશન પિક્ચર્સના ઠેકાણે દરોડા પાડ્યા હતા અને તેમના મુંબઈ, પૂણે, દિલ્હી, હૈદરાબાદમાં રહેલા કુલ 28 સ્થળે તપાસ કરાઈ હતી.