જો કોઈ માણસ પોતાનું કામ કરતા કરતા અચાનક જ ગાયબ થઈ જાય તો! નવાઈ તો લાગે. પરંતુ જો કોઈ માણસ આમ ગાયબ થઈ જાય અને પછી મળે જ નહીં તો ! અને જો આ માણસ સામાન્ય માણસ નહીં પણ એક વડાપ્રધાન હોય તો ! આ સંજોગોમાં આપણા મનમાં ઘણા બધા સવાલ થાય જેમ કે કોઈ એ એમનું અપહરણ કર્યું હશે? કે કોઇ એ એમને માંરી નાખ્યા હશે? તો ચાલો જાણીએ હકીકતમાં એવું શું થયું હતું કે વડાપ્રધાન તરતા ગાયબ થઈ ગયા.
આવું જ કંઈક ઑસ્ટ્રેલિયાના 17 માં વડાપ્રધાન હેરોલ્ડ એડવર્ડ હોલ્ટ સાથે થયું. ઑસ્ટ્રેલિયાના સૌથી લાંબા સમય સુધી રહેલા વડાપ્રધાન રોબર્ટ મેન્ઝીસે રાજીનામુ આપતા હેરોલ્ડ એડવર્ડ હોલ્ટ એ 26 જાન્યુઆરી 1966 ના રોજ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે નો હોદ્દો સંભાળ્યો હતો. તેઓ તેના પક્ષ દ્વારા નિષ્પક્ષ ચૂંટાયા હતા.
કેટલાક આર્ટિકલ્સ મુજબ હેરોલ્ડ એડવર્ડ હોલ્ટ એક રમતવીર અને માછીમાર પણ હતા. અને તેની પ્રસિદ્ધિનું કારણ પણ એક રમતવીર હતું. તેઓ તેની યુવાનીમાં ઑસ્ટ્રેલિયન રુલ્સ ફૂટબોલર પણ રહ્યા હતા. પરંતુ તેના ખાંભામાં વારંવાર થયેલી ઇજાના કારણે તેઓને ફૂટબોલ છોડવું પડ્યું હતું.
તેઓ પોતાની જિંદગીમાં ખૂબ રંગીન મિજાજના પણ હતા. તેઓ થોડા સમય માટે એક મહિલા સાથે રિલેશનશિપમાં પણ રહ્યા હતા. તેઓને પોતાની યુનિવર્સિટીની ગર્લફ્રેન્ડ સાથે બે જોડિયા બાળકોને જન્મ પણ આપ્યો હતો. પરંતુ તેની ગર્લફ્રેન્ડએ બીજા પુરુષ સાથે લગ્ન કર્યા, પણ પાછળથી તેમને તે વ્યક્તિ સાથે છૂટાછેડા લઈ હેરોલ્ડ એડવર્ડ હોલ્ટ સાથે લગ્ન કર્યા હતા.
એક દિવસ જ્યારે તેમના પ્રેસ સેક્રેટરી ટોનીએ તેમને પાણીમાં સાવચેત રહેવા વિનંતી કરી ત્યારે તેઓએ કહયુ “જુઓ ટોની, શું વડાપ્રધાનને ડૂબી જવાની અથવા શાર્ક દ્વારા લઈ જવાની સંભાવના છે ખરી?” આમ કહીને ટોનીની આ ચિંતાને દૂર કરી.

17 ડિસેમ્બર 1967 ના રોજ ધ ઑસ્ટ્રેલિયન અખબારમાં હેડલાઈન્સ હતી કે “પીએમને ઓછી તરવાની સલાહ આપવામાં આવી.” – તેમના ડોક્ટરે તેમને થોડા સમય માટે સ્વિમિંગ અને ટેનિસમાંથી આરામ લેવાની સલાહ આપી હતી.
આ દિવસે એટલે કે 17 ડિસેમ્બરના રોજ સવારે તેણે કોઈ પણ ડર વિના તરવા જવાનું નક્કી કર્યું. તે અને તેના ચાર મિત્રો (જેમાની એક માર્જોરી ગેલેસ્પી, કે જેની સાથે તેનો અફેર હતો) ડ્રાઇવ માટે ગયા અને ચેવીઓટ બીચ પર ડ્રાઈવ પૂર્ણ કરી. આ બીચ સામાન્ય રીતે લશ્કરી તાલીમ માટે ઉપયોગમાં લેવાતું હતું. અને હેરોલ્ડ એડવર્ડ હોલ્ટને ત્યાં તરવાની પરવાનગી પણ હતી. તે ચાર માંથી માત્ર બેજ પાણીમાં ગયા કારણ કે તે લપસણુ હતું અને હેરોલ્ડ એડવર્ડ હોલ્ટને ઝડપથી સમુદ્રમાં લઈ ગયું અને ત્યાં હેરોલ્ડ એડવર્ડ હોલ્ટ દૃશ્યમાંથી અચાનક અદ્રશ્ય થઈ ગયા અને ફરી ક્યારેય જોવા ન મળ્યા.
આમ અચાનક જ વડાપ્રધાન ગાયબ થઈ જતા તરત જ દેશમાં અલગ અલગ પ્રકારની વાતો ફેલાવા લાગી. મૃત શરીર અને પુરાવાના અભાવને લીધે આ વાતો ઘણી વધારે પ્રમાણમાં ફેલાઈ. ત્યારના કાયદા પ્રમાણે મૃત શરીર નહીં તો કોઈ તાપસ પણ નહીં. હોલ્ટ જ્યારે ઓફિશિયલ કામ પાર હોય ત્યારે સિક્યુરિટી સાથે રાખતો હતો. પરંતુ પોતાના પર્સનલ કામ પર હોય ત્યારે સિક્યુરિટી સાથે ન રહેતી. ફેલાયેલી વાતો મુજબ વડાપ્રધાન હેરોલ્ડ એડવર્ડ હોલ્ટનું ગાયબ થવું કોઈ સંયોગ ન હતો પરંતુ એક પ્લાન હતો. જો કે, હોલ્ટની પત્નીએ પાછળથી જણાવ્યું હતું કે આ સિક્યુરિટીની ગોઠવણ પોતાના અફેર છુપાવવા માટે હતી.
આ ઘટના બાદ અલગ અલગ લોકો દ્વારા ઘણા અલગ અલગ અનુમાનો લગાવવામાં આવ્યા હતા. જેમના કેટલાક અનુમાનો નીચે દર્શાવ્યા છે.
આ વાંચવું ગમશે : દુનિયાની 5 રહસ્યમય ઘટનાઓ વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે, જેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.
મુખ્ય અનુમાનો :
તેણે આત્મહત્યા કરી હતી.
અફવાઓ ફેલાઈ હતી કે તેના અફેરની જાણ કોઈ પણ ને ન થાય અથવા CIA ના વિયેતનામ ન છોડવાના દબાણને કારણે હોલ્ટે આત્મહત્યા કરી હતી. પરંતુ હોલ્ટના પરિવાર અને મિત્રો મક્કમ હતા કે તેણે આત્મહત્યા નથી કરી.
તે એક ચીની જાસૂસ હતો અને તેને પોતાના મૃત્યુની નકલ કરી હતી.
લેખક એન્થની ગ્રેના એક પુસ્તક “ધી પ્રાઈમ મિનિસ્ટર વોઝ અ સ્પાય” મુજબ તેણે પોતાની આખી કારકિર્દી દરમ્યાન ચીની સરકાર માટે કામ કરી રહ્યા હતા, તેઓ બેઇજિંગ સાથે રાહસ્યો શેર કરતા હતા.
જ્યારે તેને લાગ્યું કે આ બાબતનો હવે ખુલાસો થવાનો છે, ત્યારે તેને ચાઇનીઝ ડાઇવર્સ દ્વારા ગુપ્ત રીતે સબમરીન દ્વારા નીકળવાની વ્યવસ્થા કરી, જેથી તેનું બાકીનું જીવન ચીનમાં શાંતિથી વિતાવી શકે. પરંતુ આ પુસ્તકની ખૂબ જ મજાક બનાવવામાં આવી હતી, કારણ કે ચિવીઓટ બીચની નજીક સબમરીન લઇ આવવું અશક્ય હતું.
CIA દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.
જ્યારે હોલ્ટએ હોદ્દો સંભાળ્યો ત્યારે ઑસ્ટ્રેલિયા પહેલેથી જ વિયેતનામ યુદ્ધમાં સામેલ હતું. અને તે યુદ્ધના આતુર હિમાયતી હતા, ત્યાં તૈનાત ઑસ્ટ્રેલિયન સૈનિકોની સંખ્યા કરતાં ચાર ગણી વધારે હતી. તેઓ લિન્ડન બી. જોહ્ન્સનના મિત્ર પણ હતા, એક મિત્રતા જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, ખાસ કરીને યુદ્ધ માટેનો જાહેર સમર્થન ઘટવાને કારણે તે ખતરનાક બની શકે. શું CIA એ તેને મારી નાખ્યો કારણ કે તે ઓસ્ટ્રેલિયન દળોને વિયેતનામમાંથી બહાર કાઢવાનો હતો? કદાચ ના!
ઉત્તર વિયેતનામ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.
ઉપરનું સમાન કારણ, પણ જુદા જુદા ગુનેગારો, કદાચ હજુ પણ ના.
વધુ એક રહસ્યમય ઘટના : કેનેડાના નોવા સ્કોટિયા આઇલેન્ડ પરના 400 વર્ષ જુના ખજાનનું રહસ્ય ઉકેલાયું !!