Tuesday, December 3, 2024
Homeગૉસિપજાણો કોણ છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના કિરદારોના રિયલ લાઈફ...

જાણો કોણ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કિરદારોના રિયલ લાઈફ પાર્ટનર. જુઓ તસવીરો

‘તારક મહેતા કા ઉલટા ચશ્માં‘ ટીવી ઈન્ડસ્ટ્રીમાં તમામ શોમાંનો સૌથી વધુ પોપ્યુલર શૉ છે. દેશ અને દુનિયામાં આ શૉના કરોડો ફેન્સ છે અને તે લોકો આ શૉ પર પોતાનો ખૂબ જ પ્રેમ લૂંટાવે છે અને એ શૉ વિશે કઈક નવું જાણવા આતુર પણ રહેતા હોય છે. સામે આ શૉ અને તેના કિરદારો પણ પોતાના દર્શકોને હસાવવામાં કોઇ કસર બાકી રાખતા નથી. તો ચાલો તમારી આ શો વિશે કઈક નવું જાણવાની ઈચ્છા જલ્દીથી પુરી કરીએ…

Jethalal,Life Style,taarak-mehta-ka-ooltah-chashmah,Daya,bollywood-news,taarak-mehta-ka-ooltah-chashmah-characters-real-family,Tarak-Maheta,Champakchacha,Disha-Vakani,
Image Source : Amar Ujala
 
ભલે આ શૉ ના પોપ્યુલર કિરદારો ‘દયાબેન‘ અને ‘જેઠલાલ‘ રહ્યા હોય પરંતુ એ સિવાયના પણ મુખ્ય કિરદારો છે. શુ તમે કયારેય ‘તાારક મહેેેતા કા ઉલટા ચશ્માં‘ ના રિયલ લાઇફ પાર્ટનર વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે. જો ના ! તો ચાલો જાણીએ આજે મુખ્ય કિરદારોના રિયલ લાઈફ પાર્ટનર વિશે.

1. દયાબેન ઉર્ફ દિશા વાકાણી અને તેમના પતિ

Jethalal,Life Style,taarak-mehta-ka-ooltah-chashmah,Daya,bollywood-news,taarak-mehta-ka-ooltah-chashmah-characters-real-family,Tarak-Maheta,Champakchacha,Disha-Vakani,

અભિનેત્રી દિશા વાકાણી ઉર્ફ દયાબેન ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં‘ શૉ માં જેઠાલાલની પત્નીનો કિરદાર નિભાવતા હતા. દિશા વાકાણીએ આ શૉ છોડી દીધાના આશરે 3 વર્ષ થઈ ગયા પરંતુ આ શૉમાં હજુ સુધી પણ કોઈ અન્ય અભિનેત્રી તેમની જગ્યા લઇ શકી નથી.

Jethalal,Life Style,taarak-mehta-ka-ooltah-chashmah,Daya,bollywood-news,taarak-mehta-ka-ooltah-chashmah-characters-real-family,Tarak-Maheta,Champakchacha,Disha-Vakani,
Image Source : indiatvnews

દયાબેન ઉર્ફ દીશા વાકાણીએ 2015 માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. મયુર પંડ્યા મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને મુંબઈમાં જ રહે છે. દિશા વાકાણીએ સપ્ટેમ્બર 2017 માં પોતાના પહેલા બાળકની ડીલીવરીને લીધે શૉને અલવિદા કહ્યું હતું. દિશાએ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ સિવાય ‘જોધા અકબર‘ અને ‘દેવદાસ‘ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં તેમને એક પુત્રી છે. જેનું નામ સ્તુતિ પંડ્યા છે.
દિશા વાકાણી અને મયુર પહેલી વખત કોઈ કામના સિલસીલમાં મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. મયુરે એક વેબસાઈટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે દિશાને મળ્યા ત્યારે જાણતા હતા કે તે એક ટીવી એક્ટ્રેસ છે અને બંનેએ એક બીજાને જાણવા માટે ખૂબ સમય લીધા પછી એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. દિશા વાકાણી અને મયુર પંડ્યાએ લવ મેરેજ કર્યા હતા. દિશાએ પોતાના લગ્ન ખુબજ ગુપ્ત રાખ્યા હતા. જેથી માત્ર તેમનું પરિવાર અને ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

2. જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી અને તેમના પત્ની

જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉના દર્શકોના ખુબજ પ્રિય કિરદારોમાના એક છે. એક ટીવી શૉ દરમ્યાન આ શૉના ડાયરેકટર આસિત મોદીએ જણાવ્યું હતું કે જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી પર સૌથી વધુ આશા સાથે  ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શરૂ કરવામાં આવ્યો હતો. જેઠાલાલ પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોતાની પત્ની અને બાળકોની એક પણ તસ્વીર નથી. દિલિપ જોશીની પત્નિનુ નામ જયમાલા જોશી છે.

Jethalal,Life Style,taarak-mehta-ka-ooltah-chashmah,Daya,bollywood-news,taarak-mehta-ka-ooltah-chashmah-characters-real-family,Tarak-Maheta,Champakchacha,Disha-Vakani,
Image Source : Gyan Gujarati
દિલીપ જોશીએ ‘મૈને પ્યાર કિયા‘, ‘હમ આપકે હૈ કોન‘ અને ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની‘ જેવી ફિલ્મોમાં હાસ્ય કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેઓ બોલિવૂડમાં પોતાનું નામ બનાવી શક્યાં નહીં. પરંતુ ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ તેઓએ ખુબ જ નામ કમાયા. દિલીપ જોશીને બે બાળકો નિયતિ જોશી (પુત્રી) અને ઋત્વિક જોશી (પુત્ર) છે. 
 
3. તારક મહેતા ઉર્ફ શૈલેષ લોઢા અને તેમના પત્ની
 
Jethalal,Life Style,taarak-mehta-ka-ooltah-chashmah,Daya,bollywood-news,taarak-mehta-ka-ooltah-chashmah-characters-real-family,Tarak-Maheta,Champakchacha,Disha-Vakani,
Image Source : Gyan Gujarati

જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતા ઉર્ફ શૈલેષ લોઢા ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં સૌથી આદરણીય વ્યકતિ છે. તેઓ શૉ તથા રિયલ જિંદગીમાં પણ લેખક છે. તેમના પત્નીનું નામ સ્વાતિ લોઢા છે. તેઓ પણ એક લેખક છે. અને મેનેજમેન્ટ માં લેખક તરીકે કામ કરે છે.

શૈલેષ લોઢાએ વ્યગાંત્મક અને રમૂજ કવિતાઓથી પોતાની લેખક તરીકેની ઓળખ ઉભી કરી છે. આ સિવાય તેઓ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ અને ‘વાહ વાહ ક્યાં બાત હૈ‘ જેવા ટીવી શોમાં કામ કરે છે. તેમની પુત્રીનું નામ સ્વરા છે. તે પણ એક લેખક છે.

4. ચંપકચાચા ઉર્ફ અમિત ભટ્ટ અને તેમના પત્ની

Jethalal,Life Style,taarak-mehta-ka-ooltah-chashmah,Daya,bollywood-news,taarak-mehta-ka-ooltah-chashmah-characters-real-family,Tarak-Maheta,Champakchacha,Disha-Vakani,
Image Source : Stardom1

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં બાપુજી અથવા ચંપકચાચાની ભૂમિકા ભજવતા કિરદારનું અસલ જિંદગીમાં નામ અમિત ભટ્ટ છે. અમિત ભટ્ટે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શો પહેલા ‘ખીચડી‘, ‘ચુપકે ચુપકે‘ અને ‘એફઆઈઆર‘ જેવા શોમાં પોતાના કિરદાર સારી રીતે નિભાવી ચુક્યા છે. તેઓ હાલમાં જ આયુષ ભટ્ટની ફિલ્મ ‘લવયાત્રી‘ માં પોતાના બે પુત્રો સાથે જોવા મળ્યા હતા. અમિત ભટ્ટની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. કૃતિ ભટ્ટ ગૃહિણી છે અને તેઓ મીડિયા અને સોશ્યિલ મીડિયાથી દૂર જ રહે છે. અમિત ભટ્ટને બે પુત્રો છે જે જોડિયા છે. 

Jethalal,Life Style,taarak-mehta-ka-ooltah-chashmah,Daya,bollywood-news,taarak-mehta-ka-ooltah-chashmah-characters-real-family,Tarak-Maheta,Champakchacha,Disha-Vakani,
Image Source: StarsFunda

આ પોસ્ટ તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને દરરોજ આવી જ પોસ્ટ વાંચવા ફોલો કરો અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.

  •  આ પણ વાંચો :
આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!

શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.

Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular