9 માર્ચે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા કોઈએ આટલા વૈભવી લગ્ન નહીં કર્યા હોય. આ લગ્નમાં રમતગમત, બોલિવૂડ, રાજકીય અને વિદેશથી અનેક હસ્તીઓ અંબાણીની પુત્રવધૂને આશીર્વાદ આપવા આવ્યા હતા. આકાશ અંબાણીના લગ્નમાં એવી વસ્તુઓ જોવા મળી હતી જે સામાન્ય લોકોના લગ્નમાં ક્યારેય જોવા ન મળી શકે.
તમે સામન્ય લોકોના લગ્નમાં નાના LED તો જોયા હશે જેમાં લગ્નના દ્રશ્યો જોવા મળે છે. પરંતુ આકાશ અંબાણીના લગ્નમાં તેમની શોભાયાત્રામાં LED રૂપેરી પડદા જેટલી મોટી હતી જેમાં શોભાયાત્રાના દરેક દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકતા હતા.
યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, રતન ટાટા, IPL માં યુએનના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ બાન કી મુન, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર શેન બોન્ડ, પૂર્વ શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી અને મુંબઈના ભારતીય કોચ મહેલા જયવર્દને અને અન્ય બોલીવૂડના અભિનેતાઓ રોયલ વેડિંગમાં ભાગ લીધો હતો.
આકાશ અંબાણીના લગ્નમાં એક અઠવાડિયા પેહલાથી જિયો ગાર્ડન્સ ખાતે ખાદ્ય સેવાઓ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંબાણી પરિવારના સભ્યો અને શ્લોક મહેતાના માતા અને પિતાએ આશરે 2000 બાળકોને ભોજન પીરસ્યું હતું.
આકાશ અંબાણીની શોભાયાત્રામાં એશ્વરીયા રાય બચ્ચને પણ ડાન્સ કર્યો તેેેણે ઈસા અને નીતા અંબાણી સાથે પણ ડાન્સ કર્યો જે થોડું વિચિત્ર લાગે પરંતુ તે સાચું છે.
જબરદસ્ત ફૂલોની સજાવટ
કૃષ્ણની પ્રતિમા, મોરસુધી અને સ્વીન્ગ ફૂલોથી બનાવવામાં આવ્યા હતા. અંબાણી પરિવારે કરોડો રૂપિયા ફૂલોના શણગાર માટે ખર્ચ્યા હતા અને આ સજાવટ માટે દેશ વિદેશથી કલાકારો બોલાવાયા હતા.
સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ સેરેમની
લગ્ન પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અને શ્લોકાની પ્રી-વેડિંગ સેરેમની હતી. આ માટે આકુ સ્ટોલ ધ શ્લો નામથી વન્ડરલેન્ડ જે સ્વિત્ઝરલેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં બોલીવૂડની લગભગ હસ્તીઓ હાજર રહી હતી. આ સેરેમની 4 દિવસ ચાલી હતી.
શોભાયાત્રામાં પ્રખ્યાત ગાયકોએ તેમની ટિમ સાથે પર્ફોર્મન્સ આપ્યું
આકાશ અને શ્લોકાના લગ્નનું કાર્ડ મ્યુઝિકલ હતું અને રાધા-કૃષ્ણ થીમ પર આધારિત હતું. કાર્ડ ખોલતાની સાથે જ એક સ્તોત્ર વાગતું હતું. કાર્ડમાં લગ્ન પહેલાના ફંકસનથી લઈને લગ્ન અને રિસેપ્શનની તમામ વિગતો હતી.
મુંબઇ પોલીસ જવાનોને શુભેચ્છા કાર્ડ અને મીઠાઈઓ અંબાણી પરિવાર તરફથી મોકલવામાં આવી હતી.
મુંબઇ મહાનગરના દરેક પોલીસ સ્ટેશનમાં મીઠી કેન પહોંચાડવામાં આવી હતી, અંબાણી પરિવાર દ્વારા લગભગ 50 હજાર પોલીસ કર્મીઓને મીઠાઈ પહોંચાડવામાં આવી હતી.
આકાશ અંબાાણીએ લગ્ન રાધા-કૃૃષ્ણ થીમ પર કર્યા હતા, કાર્ડથી લઈને ઘરની સજાવટ રાધા-કૃૃષ્ણ થિમ પર હતી.
150 આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કલાકારો સાથે રાસલીલા
જેમાં રાસલીલા ન હોય તે રાધા-કૃષ્ણ થીમ કેવી ? નીતા અંબાણીએ પુત્રી ઈશાના લગ્નમાં રાસલીલાનો કાર્યક્રમ રાખ્યો હતો તેવીજ રીતે પુત્રના લગ્નમાં પણ ભવ્ય રાસલીલા હતી.
આકાશ અંબાણીના લગ્નનો એક વિડિઓ વાયરલ થયો હતો જેમાં પ્રખ્યાત હસ્તીઓ રસ્તા પર ડાન્સ કરી રહી હતી. જેમાં શરુહખાન, હાર્દિકપંડ્યા, રણબીર કપૂર, નીતા અંબાણી, મુકેશ અંબાણી, ગૌરી ખાન, ઈશા અંબાણી,કારણ જોહર અને ખુદ આકાશ અંબાણી પણ હતા.