Tuesday, November 5, 2024
Homeઅજબગજબ55 લાખનું મકાન ખરીદો સાથે પત્ની ફ્રી... આ કોઈ મજકની વાત નથી...

55 લાખનું મકાન ખરીદો સાથે પત્ની ફ્રી… આ કોઈ મજકની વાત નથી જાણો સમગ્ર મામલો.

 તમે રોજ Newspaper પર રોજ ખબરોની સાથે સાથે ઘણી બધી જાહેરાતો પણ વાંચતા હશો અને આ જાહેરાતોમાં 2 BHK અથવા 3 BHK મકાન વેચવાનું છે. આવી જાહેરાતો પણ તમે વાંચી હશે. પરંતુ તમે કયારેય એવી જાહેરાત વાંચી છે કે મકાન સાથે પત્ની ફ્રી… જી હા મકાન સાથે પત્ની ફ્રી… 

તમને આ વાત જાણીને નવાઈ લાગશે પણ આ સાચી વાત છે. ઘર વેચવાની જાહેરાતો તો રોજ લાખોની સંખ્યામાં થતી હશે. પરંતુ ઇન્ડોનેશિયાની 40 વર્ષીય વિનાલિયા એ મકાન વેચવા માટે એક ઓફર રાખી છે. અને આ ઓફર ને લીધે આ જાહેરાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓફર જોતા એમ લાગે છે કે આ ઘર જલ્દી વેચાય જશે.

Buy-55-lakh-ruppes-House-and-Get-wife-Free,viniliya,Maru Gujarat,INN Gujarati,Gujarati-News,Live-Gujarati-News,National Update,internationalnews
Image Source: Right News

આ ઘરની જાહેર ખબરમાં લખ્યું છે કે જો તમે આ ઘર ખરીદો છો તો તમે તે ઘરની માલકીન વિનાલિયા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકી શકો છો. વિનાલિયા બ્યુટી સલૂન ચલાવે છે. આ જાહેરાતમાં તેમની માલકીન વિનાલિયાનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. વિનાલિયાના પતિનું મૃત્યુ થયેલુ છે.

 
જાહેરાતમાં સાફ લખ્યું છે કે આ ઓફરમાં શરતો લાગુ છે અને જે કોઈ પણ આ મકાન ખરીદવા માટે ગંભીર હોય એ જ કોન્ટેક્ટ કરે. આ મકાનની કિંમતમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. આ મકનની કિંમત આશરે 55 લાખ રૂપિયા (75000 ડોલર) મુકવામાં આવી છે.
 
Buy-55-lakh-ruppes-House-and-Get-wife-Free,viniliya,Maru Gujarat,INN Gujarati,Gujarati-News,Live-Gujarati-News,National Update,internationalnews
Image Source: Right News
ઈન્ટરનેટના માધ્યમથી આ જાહેરાત ખાલી ઇન્ડોનેશિયા જ નહીં પરંતુ આખા વિશ્વમાં ફેલાઈ ચુકી છે. પોલીસ ને આ વાતની જાણ થતાં તે પણ વિનાલિયા પાસે આ વાતની ખરાઈ કરવા પહોંચી હતી. ત્યારે વિનાલિયાએ જણાવ્યું કે આ આઈડિયા તેનો ન હતો.
 
તેણે પોતાના એક મિત્રને કહ્યું હતું કે તે આ મકાન માટે કોઈ ખરીદદાર શોધી આપે. અને તેના માટે બીજા લગ્ન કરવા માટે યુવક શોધવામાં પણ મદદ કરે. તેનો આ મિત્ર પ્રોપર્ટી એજન્ટ પણ છે. પણ વિનિલિયા એ નહોતી જાણતી કે તે આ વાત ઓનલાઇન જાહેરાત પર મુકશે.
 
Buy-55-lakh-ruppes-House-and-Get-wife-Free,viniliya,Maru Gujarat,INN Gujarati,Gujarati-News,Live-Gujarati-News,National Update,internationalnews
Image Source: Right News
વિનાલિયાએ જણાવ્યું કે તેણે પોતાના મિત્રને જણાવ્યું હતું કે જો કોઈ આ ઘર ખરીદવા તૈયાર હોય અને તે વિધુર હોય તો તે ખરીદનારને જણાવી શકે છે કે હું પણ પતિની શોધમાં છું અને વિધવા છું…
 
જો તમને આ પોસ્ટ ગમી હોય અને આવી જ ઈન્ટરેસ્ટિંગ વાતો આગળ પણ જાણવા માંગતા હોય તો ફોલો કરો અમને facebook અને ઇન્સ્ટાગ્રામ પર. @inngujarati – સર્ચ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments