આજકાલ લોકો બોલિવૂડ ફિલ્મો તથા તેના સ્ટાર્સ સાથેસાથે ગીતોના પણ દીવાના હોય છે. અને ઘણા લોકો તો સિંગરના બોવ મોટા ફેન પણ હોય છે. અને આજે તો લોકો પંજાબી ગીતો અને તેના સિંગરના પણ જબરા ફેન થઈ ગયા છે. અને ફેન હોય તો તે સ્ટારની પર્સનલ લાઈફ વિશે જાણવામાં રસ તો ધરાવતા જ હોય છે. તો આજે આવાજ એક પંજાબી સિંગર એટલે કે મિકા સિંહ વિશે આપણે વાત કરવાના છીએ.
‘સાવન મેં લગ ગઈ આગ’ આલબમથી બોલલિવૂડમાં ડેબ્યુ કરનાર પંજાની સિંગર મિકા સિંહ આજે તેના હિટ ગીતો માટે ખુબ જ જાણીતો છે. પાર્ટીનું ગૌરવ કહેવાતા મિકા સિંહ બંગાળી ફિલ્મો માટેનું પણ એક મોટું નામ છે. પરંતુ તમે એ નહીં જણતાં હોય કે મિકા સિંહ એક બોલલિવૂડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ છે. અને જલ્દી તેની સાથે લગ્ન કરવા માંગે છે.
હાલમાં મિકા સિંહની ઉમર 43 વર્ષ છે. છતાં પણ હજુ તેઓ કુંવારા છે. એકવાર તે પોતાના ફેન્સને જલ્દી જ લગ્ન કરશે એવી ખાતરી આપી છે. મિકા સિંહે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે એને એવો જવાબ આપ્યો કે બધા ચોકી ગયા…
તેણે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાનું નામ આપ્યું હતું. જી હા, મિકા સિંહ 2015 માં મિસ યુનિવર્સનો તાજ ઓહેનનાર ઉર્વશી રાઉતેલા સાથે લગ્ન કરવા માંગે છે. ઉર્વશી રાઉતેલા એક સફળ બોલલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ પણ છે. મિકા સિંહ ઉર્વશીના પ્રેમમાં પાગલ છે અને જલ્દી જ તેની સાથે લગ્ન કરવા માગે છે.
આ બધી વાતોમાં રસપ્રદ વાત એ છે કે ઉર્વશી રાઉતેલા મિકા સિંહ કરતા 17 વર્ષ નાની છે. મિકા સિંઘની ઉંમર 43 વર્ષ છે જ્યારે ઉર્વશીની ઉમર 28 વર્ષ જ છે. માન્યું કે પ્રેમમાં ઉમર જોવામાં નથી આવતી પરંતુ બંને પોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે એવામાં એ બંને લગ્ન કરશે ? તો ચાલો જાણીએ ઉર્વશીનું લગ્ન વિશે શું માનવું છે….
જ્યારે ઉર્વશીને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તયારે તેણે જણાવ્યું હતું કે તેનું લગ્નનું કોઈ જ પ્લાનિંગ નથી. હાલમાં તે માત્ર તેની કારકિર્દી પર ધ્યાન આપવા માંગે છે. અને એ પણ જણાવ્યું કે તેના પિતરાઈ ભાઈ બહેનના લગ્ન થઈ જાય ત્યાર બાદ તે લગ્ન કરવા માંગે છે.
સાથે ઉર્વશીએ એ પણ જણાવ્યું હતું કે જ્યારે તેનું લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ હશે તો એ જાણવી દેશે. જોકે મિકા સિંહ કે ઉર્વશી રાઉતેલાએ મીડિયા સામે તેના સબંધો વિશે કઇ જણાવ્યું નથી. પરંતુ બંને ઘણી વખત સાથે દેખાતા હોવાથી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે..
આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ ને ફોલો કરો.