Written by 8:34 am બોલિવૂડ Views: 18

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં, EDએ 98 કરોડની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે મામલો

બિટકોઈન પોન્ઝી કૌભાંડ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ, બિઝનેસમેન અને એક્ટર રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં છે. EDએ રાજ કુન્દ્રા સામે મોટી કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બિટકોઈન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

EDએ રાજ કુન્દ્રાની 98 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. રાજ કુન્દ્રાની જે પ્રોપર્ટી ED દ્વારા એટેચ કરવામાં આવી છે તેમાં જુહુમાં એક ફ્લેટ અને પુણેમાં એક બંગલો પણ સામેલ છે. કુન્દ્રા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

EDએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, ED, મુંબઈએ PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. , અટેચ કરેલી મિલકતોમાં જુહુમાં સ્થિત એક રહેણાંક ફ્લેટનો સમાવેશ થાય છે જે હાલમાં શ્રીમતી શિલ્પા શેટ્ટીના નામે છે. પૂણે સ્થિત રહેણાંક બંગલો અને ઈક્વિટી શેર રાજ કુન્દ્રાના નામે છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બિટકોઈન કૌભાંડ કેસમાં રાજ કુન્દ્રાની પૂછપરછ કરી હતી. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની આ કૌભાંડમાં કોઈ ભૂમિકા છે કે પછી તે પીડિત છે.

મામલો શું છે

પુણે સ્થિત બે બિઝનેસમેન અમિત ભારદ્વાજ અને તેમના ભાઈ વિવેક ભારદ્વાજે તેમની કંપની ‘ગેઈનબિટકોઈન’ દ્વારા 8,000 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ લોકોએ 2017માં ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 6600 કરોડના બિટકોઈન મેળવ્યા હતા. લોકોને 10 ટકા વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

EDની તપાસમાં ખુલાસો થયો હતો કે રાજ કંદ્રાને આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મળ્યા હતા. આ બિટકોઇન્સ યુક્રેનમાં બિટકોઇન માઇનિંગમાં રોકાણ માટે પ્રાપ્ત થયા હતા. આ બિટકોઈન હજુ પણ રાજ કુન્દ્રા પાસે છે, જેની વર્તમાન કિંમત રૂ. 150 કરોડથી વધુ છે.

Visited 18 times, 1 visit(s) today
Close