Friday, October 18, 2024
Home Blog Page 2

મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર અને પ્લેનના મેંટનન્સ માટે ગુજરાત સરકાર રોજના 3.24 લાખ રૂપિયા ખર્ચે છે : વિધાનસભા

0
  •  છેલ્લા 2 વર્ષમાં મેન્ટેનન્સ પાછળ રૂપિયા 23.69 કરોડનો ખર્ચ કર્યાનું વિધાનસભાએ જણાવ્યું છે. 
  • પ્લેનના મેન્ટેનન્સમાં 1 વર્ષમાં થયો 4 ગણો વધારો
છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લેન અને હેલિકોપ્ટરના પાયલટ,સ્ટાફ અને મેન્ટેનન્સનો કુલ ખર્ચ 23.69 કરોડ રૂપિયા થયો હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. એટલે કે એક દિવસનો આશરે ખર્ચ 3.24 લાખ રૂપિયા થાય છે.
 
હેલિકોપ્ટર પાછળ વર્ષ 2019 માં આશરે રૂપિયા 3.41 કરોડ તથા વર્ષ 2020 માં 3.36 કરોડ મળીને 2 વર્ષનો કુલ ખર્ચ 6.78 કરોડ રૂપિયા થયો છે. આ ઉપરાંત પ્લેન પાછળ વર્ષ 2019 મા રૂપિયા 3.59 કરોડ તથા વર્ષ 2020 માં રૂપિયા 13.31 કરોડનો ખર્ચ થયો હતો. આ માહિતી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદિન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં વિધાનસભાએ આપી હતી.
 
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાશુદીને જણાવ્યું કે ગુજરાતની પ્રજા મોંઘવારી અને મંદી નો સામનો કરી રહી છે. કોરોનાને કારણે મોટી સંખ્યામાં કારખાનાઓ અને ધંધા બંધ થય ગયા છે.જ્યારે સરકારના ખર્ચમાં કોઈપણ પ્રભાવ નહિ. અને લોકોના ખિસ્સામાંથી માસ્કના નામે હજારો રૂપિયા ખંખેરી લેવામાં આવતા.
 
વિધાનસભાએ જણાવ્યું કે હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ મેં. ઇન્ડોકોપટર્સ પ્રા. લી. તથા પ્લેનનું મેન્ટેનન્સ એરવર્ક્સ ઇન્ડિયા એન્જિનિરિંગ પ્રા. લી. તથા જેટનું મેન્ટેનન્સ મેં. ઈંડામર એવીએસન પ્રા. લી. દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવે છે.

350 કરોડની કરચોરી ફિલ્મ કંપનીઓ દ્વારા કરવામાં આવી : તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ સહિત ફિલ્મ હસ્તીઓની તપાસ.

0

 તાપસી પન્નુ વિરુદ્ધ 5 કરોડ રોકડ રકમ લીધી હોવાના પુરાવા.

  • તાપસી અને અનુરાગ બંનેને હોટલની રૂમમાં રાખ્યા હોવાની ચર્ચા
  • અનુરાગ અને તાપસીની સતત બીજા દિવસે પણ પૂછપરછ ચાલુ
 
IT વિભાગ તરફથી હેરાફેરીના પ્રાથમિક આંકડા બાર પાડવામાં આવ્યા છે. ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા તાપસી પન્નુ,અનુરાગ કશ્યપ અને અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ લોકોની તાપસ બાદ આશરે 350 કરોડની હેરાફેરીના પુરાવા મળ્યા છે.
 
આ દરમિયાન અભિનેત્રી તાપસી  પન્નુએ 5 કરોડની રોકડ રકમ લીધી હોવાનો પુરાવો પણ મળ્યો છે. અને તે સિવાય અન્ય જાણીતા ફિલ્મ ડાયરેક્ટરો અને નિર્માતાઓ દ્વારા નકલી ખર્ચ બતાવી  આશરે 20 કરોડના ગોટાળા કર્યાના પુરાવા પણ મળ્યા છે.બુધવારે તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની 6 કલાક સુધી પુછપરછ કરાઈ હતી. હાલ તેમના whatsapp ડેટા,ઇમેઇલ અને Harddisk તથા અન્ય ડિજિટલ ડેટાની તાપસ કરવામાં આવી રહી છે. 
 
IT વિભાગે 3 માર્ચે બિઝનેસ સાથે સંકળાયેલી ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ, એક્સિડ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, ફેન્ટમ ફિલ્મ્સ, મોશન પિક્ચર્સના ઠેકાણે દરોડા પાડ્યા હતા અને તેમના  મુંબઈ, પૂણે, દિલ્હી, હૈદરાબાદમાં રહેલા કુલ 28 સ્થળે તપાસ કરાઈ હતી. 

ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન નિધન

0
ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા અમદાવાદની યુ એન હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 77 વર્ષની ઉંમરે અવસાન પામ્યા છે.
તેમના મોટા ભાઈ સંગીતકાર અને ગાયક એવા મહેશ કનોડિયા 4 દિવસ પહેલા લાંબા સમયની માંદગીને લીધે 86 વર્ષની વયે આવસાન પામ્યા છે. આમ આ ટૂંકા ગાળામાં મહેશ-નરેશની જોડીએ વિદાય લીધી છે.
મહેશ-નરેશની જોડીએ સંગીતકાર તરીકેની કારકિર્દી મુંબઈમાં શરૂ કરી હતી. તે સમયે બંને ભાઈઓ પેડર રોડ પર લતા મંગેશકરના નિવાસસ્થાન પ્રભુ કુંજની સામેના મકાનમાં રહેતા હતા.તેઓ 1960 ના દાયકામાં અમદાવાદ આવ્યા. 1970 માં નરેશ કનોડિયાએ વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો.ત્યારબાદ પોતાની પ્રતિભાના જોરથી તેણે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારનું બિરુદ મેળવ્યું.44 વર્ષની ઉંમરે તેમણે સાવસોથી વધુ ફિલ્મ કરી અને ઘણા એવોર્ડ મેળવ્યા.
નરેશ કનોડિયાએ અભિનેત્રી સ્નેહલતા સાથે ઘણી સુપરહિટ ફિલ્મો કારી છે. નરેશ કનોડિયા 20 ઓગસ્ટ 1943 ના રોજ મહેસાણાના કનોડા ગામે જન્મ્યા હતા.તેમનો પુત્ર હિતેશ કનોડિયા આજે ગુજરાતી ફિલ્મનો ટોચનો અભિનેતા છે.

‘કુછ કુછ હોતા હૈ’ નો સાયલન્ટ સરદાર પરઝાન દસ્તુર 4 મહિના પછી ડેલના શ્રોફ સાથે લગ્ન કરશે.

0

રાની મુખર્જી, કાજોલ અને શાહરૂખની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ નો સાયલન્ટ સરદાર પરઝાન દસ્તુર 4 મહિના પછી લગ્ન કરવાનો છે.ડેલના શ્રોફ સાથે પરઝને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સગાઈ કરી હતી. તેણે તે સમયે એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું અમે ફેબ્રુઆરી 2021 માં લગ્ન કરવાના છીએ.

પરઝાન પ્રોડકસન કંપનીનો ઓનર છે.

પરઝાને કહે છે, જ્યારે તેણે હા પાડી હતી તે વર્ષનો સૌથી સુંદર દિવસ હતો. હવે માત્ર 4 મહિના જ બાકી છે. પરઝાને ‘કુછ કુછ હોતા હૈ’ પછી ‘મોહબ્બતે’, ‘કહો ના પ્યાર હૈ’, ‘હાથ કા અંડા’, ‘બ્રેક કે બાદ’, ‘હૈ દિલ બાર બાર’, ‘પોકેટ મમ્મી’, ‘કભી ખુશી કભી ગમ’માં દેખાયો હતો. પરઝાને 2009માં પીયુષ ઝાની ફિલ્મ ‘સિકંદર’માં લીડ રોલ પ્લે કર્યો હતો.

‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ અંગે અનુપ્રિયા પટેલે PM મોદી અને CM યોગીને ફરિયાદ કરી,કહ્યું જિલ્લાનું નામ બદનામ કરી રહયા છે.

0
Mirzapur

મિર્ઝાપુર’ વેબ સિરીઝના બીજા પાર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.બે વર્ષ પછી આ સિરીઝનો બીજો ભાગ 22 ઓક્ટોબરના રોજ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.બીજી સિઝન લોકોને ઘણી જ પસંદ આવી છે અને તેના સંવાદો પણ લોકોને ખૂબ જ ગમ્યા છે. જોકે, હવે આ સીરિઝ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

વેબસીરિઝ ‘મિર્ઝાપુર’ને ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાની સાંસદ અનુપ્રિયા પટેલે હિંસક ગણાવીને આની વિરુદ્ધ PM મોદી અને CM યોગી ફરિયાદ કરી છે.અનુપ્રિયાએ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટૅગ કરીને સીરિઝની તપાસ કરવાની માગ કરી છે.

વેબસિરિઝમાં ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરને હિંસક બતાવાયું છે.

અનુપ્રિયા દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં જણાવ્યા મુજબ માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં મિર્ઝાપુરનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિસ્તારને ‘મિર્ઝાપુર’ નામની વેબસિરિઝના માધ્યમથી બદનામ કારવાનમાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સીરિઝના માધ્યમથી જાતીય વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે.

 
 

અનુપ્રિયાની બીજી ટ્વીટ મુજબ મિર્ઝાપુર જિલ્લાની સાંસદ હોવાને લીધે તેણીની માંગણી છે કે આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

એમેઝોન પ્રાઈમ પર ‘મિર્ઝાપુર 2’ 23 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. તેના બદલે 22 ઓક્ટોબરના રોજ જ રિલીઝ કારી દેવામાં આવી હતી.આ સીરિઝને મિહિર દેસાઈ તથા ગુરમીત સિંહે ડિરેક્ટ કરી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગલ, શ્રેયા પિંગલાવકર, લિલીપુટ, કુલભૂષણ  જેવા કલાકારો છે.ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાણી આ સિરીઝના પ્રોડ્યૂસર છે.

દરેક બાબતમાં કંઈક વધારે પડતું

10 એપિસોડની ‘મિર્ઝાપુર 2’ દરેક બાબતમાં કંઈક વધારે પડતું જ છે. પછી તે ગાળો હોય કે હિંસા કે ન્યૂડ સીન કે પછી ડબલ મીનિંગ જોક. આ વખતે મેકર્સે દરેક બાબતમાં એક ડગલું આગળ રહેવાનો પ્રયાસ કર્યો છે.